Gandhinagar : GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ બોગસ અરજીઓ ઘટી, અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો

Gandhinagar : GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ બોગસ અરજીઓ ઘટી, અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો

Gandhinagar : GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ બોગસ અરજીઓ ઘટી, અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો

ગુજરાતમાં 7 નવેમ્બર 2023ના રોજ GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી નવુ પગલુ ભરવામાં આવ્યું. ગુજરાતમાં  12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ GST નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઇ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ વ્યવસ્થાના પરિણામ સ્વરૂપે, નવેમ્બર 2023માં GST સેવા કેન્દ્રની શરૂઆત બાદ સાત મહિનાની અંદર જ, વર્ષ 2022ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ 25 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

પ્રાપ્ત થયેલી અરજીની સંખ્યા અને ઘટાડો

અત્યાર સુધી સરેરાશ ઘટાડો 24.99%

ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના તેમજ બોગસ દસ્તાવેજોના આધારે GST નોંધણી કરાવીને ટેક્સચોરી કરવાની પ્રવૃત્તિ થતી હતી. પરંતુ સેવા કેન્દ્ર પર હવે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું હોવાથી અસલ અરજદારને ખરાઇ માટે બોલાવવામાં આવે છે.

સ્ટેટ ટેક્સ વિભાગ અનુસાર એક જ કેન્દ્ર પર 40થી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને GST નોંધણી નંબર આપવામાં આવે છે. રાજ્યના તથા કેન્‍દ્રના GST નોંધણી નંબરની બાયોમેટ્રિકને લગતી તમામ કામગીરી આ 12 GST સેવા કેન્દ્ર ખાતે જતી હોવાથી કામગીરી ખૂબ સરળ, પારદર્શક અને ઝડપી બની ગઇ છે.

ગુજરાતમાં કુલ 12 GST કેન્દ્ર

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે 7 નવેમ્બર 2023ના રોજ વાપીથી 12 GST સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં વાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

GST સેવા કેન્દ્ર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં GST સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. GST સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો 25 ટકા જેટલો ઘડાટો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. GST કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીશ્રીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી છે.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *