CNG કે ઈલેક્ટ્રિક, કઈ કારમાં આગ લાગવાનું જોખમ છે વધુ ?

CNG કે ઈલેક્ટ્રિક, કઈ કારમાં આગ લાગવાનું જોખમ છે વધુ ?

CNG કે ઈલેક્ટ્રિક, કઈ કારમાં આગ લાગવાનું જોખમ છે વધુ ?

આ કાળઝાળ ગરમીમાં વાહનો પણ આગની લપેટમાં આવી રહ્યા છે. તાપમાન એટલું વધારે છે કે ઈલેક્ટ્રિક અને સીએનજી બંને કારમાં આગ લાગવાનો ભય છે. ત્યારે લોકો મૂંઝવણમાં છે કે ઉનાળામાં સીએનજી કે ઇલેક્ટ્રિક કઈ કારમાં આગ લાગવાનું જોખમ વધુ છે ?

CNG અને ઇલેક્ટ્રિક કાર બંનેમાં આગ લાગવાનું જોખમ રહેલું છે, પરંતુ આ જોખમ અલગ-અલગ કારણો અને પરિસ્થિતિઓ પર આધારિત છે. ચાલો બંને પ્રકારની કારમાં આગ લાગવાના જોખમને સમજીએ.

CNG કારમાં આગ લાગવાનું જોખમ

CNG વાહનોમાં આગ લાગવાના ઘણા કારણો હોઈ શકે છે, સૌપ્રથમ વાત કરીએ ફ્યુલ લીકેજના કારણે આગ લાગવાની સંભાવના વધુ છે. CNG હાઈ પ્રેસર પર સ્ટોર કરવામાં આવે છે. જો કોઈ કારણસર તે લીકેજ થાય તો તે આગનું મોટું કારણ બની શકે છે.

જો ફ્યુલ લાઇન અથવા ટાંકીમાં કોઈ ખામી હોય, તો ગેસ લીકેજ થઈ શકે છે, જે આગનું જોખમ વધારે છે. આ ઉપરાંત જો સીએનજી કીટનું ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે ન થયું હોય અથવા તેમાં કોઈ ટેકનિકલ ખામી હોય તો તે આગનું કારણ પણ બની શકે છે.

CNG કારને નિયમિત મેન્ટેનન્સની જરૂર પડે છે. જાળવણીનો અભાવ ફ્યુલ સિસ્ટમમાં ખામી સર્જી શકે છે, જે આગનું જોખમ વધારે છે.

ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાનું જોખમ

આકરા તાપ અને ગરમીમાં ઈલેક્ટ્રિક કારમાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારમાં થાય છે. જો બેટરી વધુ ગરમ થાય અથવા તેને નુકસાન થાય તો તે આગનું કારણ બની શકે છે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કોઈપણ ખામી અથવા શોર્ટ સર્કિટ આગ લાગી શકે છે.

જો બેટરી પેક ખામીયુક્ત હોય અથવા શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત હોય, તો તે આગનું જોખમ ઊભું કરી શકે છે. ચાર્જિંગ દરમિયાન જો ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરતી વખતે સલામતીનાં પગલાંનું પાલન કરવામાં ન આવે, તો તે ઓવરચાર્જિંગ અથવા અન્ય સમસ્યાઓને કારણે આગનું કારણ બની શકે છે.

આ પણ વાંચો Ola Electric Bike : ઓલાનું પહેલું ઇલેક્ટ્રિક બાઇક 2026માં થશે લોન્ચ, આ રીતે કરાવો બુકિંગ

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *