Budget 2024 : નાણામંત્રીએ ઉદ્યોગકારો સાથે પ્રિ-બજેટ મીટિંગ યોજી, ઉદ્યોગ જગતની માંગ જાણવામાં આવી

Budget 2024 : નાણામંત્રીએ ઉદ્યોગકારો સાથે પ્રિ-બજેટ મીટિંગ યોજી, ઉદ્યોગ જગતની માંગ જાણવામાં આવી

Budget 2024 : નાણામંત્રીએ ઉદ્યોગકારો સાથે પ્રિ-બજેટ મીટિંગ યોજી, ઉદ્યોગ જગતની માંગ જાણવામાં આવી

Budget 2024 : ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિઓએ ગુરુવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને સામાન્ય માણસ પર કરનો બોજ ઘટાડવા, મૂડી ખર્ચ ચાલુ રાખવા અને ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે બજેટ 2024-25માં પગલાં જાહેર કરવા અપીલ કરી હતી.

સીતારામન સાથે પ્રી-બજેટ પરામર્શ બેઠક દરમિયાન, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સંગઠનોએ સરકાર પર ભાર મૂક્યો હતો કે આર્થિક વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે માળખાકીય વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ કરી હતી.

MSME સેક્ટરને પ્રોત્સાહન આપવા ભાર મુકાયો

ઉદ્યોગના નેતાઓએ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ અને મુખ્ય રોજગાર પ્રદાતા ગણાતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલેકે MSME  સેક્ટરને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો. ઇન્ડસ્ટ્રી બોડી CIIના પ્રમુખ સંજીવ પુરીએ નાણામંત્રી સમક્ષ વિચારણા માટે આઠ મુદ્દા રજૂ કર્યા હતા.

તેમાં આવકના સ્લેબના નીચલા છેડે આવકવેરામાં રાહત, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) જેવી રોજગાર પ્રોત્સાહન યોજનાઓને સુવ્યવસ્થિત કરવી અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. CII એ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે પણ ભલામણો કરી છે.

કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ભલામણ કરાઈ

FICCIની ભલામણો કેપિટલ એક્સપેન્ડિચર ડ્રાઇવ, ઇનોવેશન અને ટેક્સ સરળીકરણ પર કેન્દ્રિત છે. બેઠક દરમિયાન, FICCI ના ભૂતપૂર્વ પ્રમુખ સુભ્રકાંત પાંડાએ માંગને ઉત્તેજિત કરીને વિકાસને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂક્યો, ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે વધુ પગલાં લેવા, MSME ને ટેકો આપવા તેમજ નવીનતા, સંશોધન અને વિકાસને ઝડપી બનાવવાની હિમાયત કરી હતી.

ઈલેક્ટ્રોનિક્સની આયાત માટે લાઈસન્સની જરૂરિયાતો હળવી કરવા માંગ કરાઈ

“સામાન્ય બજેટ એ નવી સરકારની પ્રથમ મોટી જાહેર નીતિની જાહેરાત છે અને તે નીતિ દિશાના સંદર્ભમાં આગામી પાંચ વર્ષ માટે સૂર સેટ કરે તેવી અપેક્ષા છે” તેમ કિર્લોસ્કર બ્રધર્સના સીએમડી સંજય કિર્લોસ્કરે કહ્યું હતું.

બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની નેશનલ ફિસ્કલ અફેર્સ એન્ડ ટેક્સેશન કમિટીના ચેરમેન વિવેક જાલાને ઈલેક્ટ્રોનિક્સની આયાત માટે લાઈસન્સની જરૂરિયાતો હળવી કરવા માટેનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો : Budget 2024 : સરકાર ટેક્સના દરમાં ઘટાડો કરી શકે છે, 15 લાખ રૂપિયા સુધીની આવક પર રાહતના સંકેત

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *