Breaking News : વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદાનો દંડો ચાલ્યો, સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારની કરાઈ હકાલપટ્ટી

Breaking News : વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદાનો દંડો ચાલ્યો, સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારની કરાઈ હકાલપટ્ટી

Breaking News : વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદાનો દંડો ચાલ્યો, સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારની કરાઈ હકાલપટ્ટી

ગાંધીનગરમાં વધુ એક ભ્રષ્ટ બાબુ પર દાદાનો દંડો ચાલ્યો છે. સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી છે. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રીપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે. લોખંડે પર પહેલા પણ લાંચ લેવાનો કેસ થયો હતો. હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતી આચરી હોવાની ફરિયાદ છે.

 

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ પર લાલ આંખ કરી છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવા માં આવ્યા છે. આ અગાઉ પણ એક અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે ગયા હતા. ત્યારે જે પણ અધિકારીઓ ફરજ પર હાજર ન હતા. તેમના સામે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. તેમજ જે પણ અધિકારીઓ નિયમ વિરોદ્ધ કામ કરતા હોય તેવા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં 7 અધિકારીને કરાયા સસ્પેન્ડ

રાજકોટના TRP ગેમઝોન આગકાંડનો કેસમાં RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કર્યા હતા.  આ અધિકારીને ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.  આ અગાઉ TRP ગેમઝોનમાં લાગેલી આગ બાદ બેદરકારીનો આરોપ લાગવામાં આવ્યો હતો. આગની ઘટના બાદ ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચની SITએ ઇલેશ ખેરની ધરપકડ કરી હતી.  રાજકોટ મનપાએ અત્યાર સુધી આ મામલે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

સુરતના કામરેજમાં PI કરાયા હતા સસ્પેન્ડ

બીજી તરફ સુરતના કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ કરાયા હતા.  રાજ્ય પોલીસ વડાએ PI ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું હતું. કેમિકલ માફિયા વિપુલ બલર, રાણા ભરવાડ સહિતના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તપાસમાં PI ઓમદેવસિંહ જાડેજાની બેદરકારી કરી હોવાનું સામે આવ્યુ હતુ.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *