Breaking News : જમ્મુમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત, 33 ઘાયલ

Breaking News : જમ્મુમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત, 33 ઘાયલ

Breaking News : જમ્મુમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત, 33 ઘાયલ

જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. જેના કારણે યાત્રિકોને લઈને જતી બસે કાબુ ગુમાવતા ખાડામાં પડી હતી. આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 33 ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોના મોત થયા છે. હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી.

ફારુક અબ્દુલ્લાએ હુમલાની નિંદા કરી

JKNC પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં આજે થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી હિંસક ઘટનાઓ પ્રદેશમાં શાંતિ સ્થાપવામાં અવરોધ ઊભો કરે છે.

તેમણે તમામ સમુદાયોને આ પડકારજનક સમયમાં એક થવા અને કાયમી સદભાવ કરવાના ઉદ્દેશ્યની પહેલને સમર્થન આપવા હાકલ કરી હતી. આ દુ:ખદ સમયે તેમની સંવેદના વ્યક્ત કરતા, તેમણે પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે તેમની હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી.

બીજી તરફ આતંકી હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *