Breaking News : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ Video

Breaking News : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ Video

Breaking News : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ Video

ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લીધા છે.  પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં લોકસભા સાથે 5 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી.ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 5 બેઠક પર યોજાઈ હતી. જેમાં પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ લીધા છે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 5 ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે.

પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડીયાએ લીધા શપથ

પોરબંદર પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડીયાની જીત થઈ છે. અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 મત મળ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને હરાવ્યા છે.

 

અરવિંદ લાડાણીએ લીધા શપથ

માણાવદર પેટાચૂંટણીની વાત કરીએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે.

સી.જે.ચાવડાએ શપથ લીધા

મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર ભાજપના સી.જે.ચાવડાની જીત થઇ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સી.જે ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. આ પૂર્વે પણ સી. જે. ચાવડા આ બેઠક પરથી 7 હજાર મતથી વિજેતા બન્યા હતા.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધા

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કનુ ગોહિલની હાર થઈ છે.

ચિરાગ પટેલે લીધા શપથ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિહ પરમારની હાર થઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Related post

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ…
Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો કર્યો વધારો

Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો…

દેશની સૌથી મોટી યુઝર બેઝ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતો વધારવાના નિર્ણય બાદ વોડાફોને પણ મોબાઈલ…
હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો નિર્ણય

હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો…

સિક્યોરિટી માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બજાર નિયામક સેબીએ શુક્રવારે મૂળભૂત સેવા ડીમેટ ખાતાની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *