Breaking News: કંગનાનો મોટો આરોપ, ચંદીગઢ ઍરપોર્ટ પર CISFની મહિલા જવાને ચેકિંગ દરમિયાન મારી થપ્પડ

Breaking News: કંગનાનો મોટો આરોપ, ચંદીગઢ ઍરપોર્ટ પર CISFની મહિલા જવાને ચેકિંગ દરમિયાન મારી થપ્પડ

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર  ઘટના સામે આવી છે. CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું હતું. આનાથી આહત એક  CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે.

આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે સુરક્ષા તપાસ દરમિયાન આ કૃત્ય કર્યું હતું. આ પછી કંગનાની સાથે આવેલા મયંક મધુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે કંગનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ તે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

સ્પષ્ટ, કઠોર, તીખી ટિપ્પણીઓ માટે જાણીતી છે કંગના

કંગના રણૌત તેની ફિલ્મોની સાથે, સ્પષ્ટવક્તા અને કઠોર ટિપ્પણીઓ માટે પણ જાણીતી છે. બોલીવુડમાં પરિવારવાદ પર તે અનેકવાર ખુલીને બોલી ચુકી છે. એક કિસ્સામાં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના
ના દિગ્ગજ જાવેદ અખ્તરે પણ એક કેસને લઈને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

મીડિયા અને સોશિયલ મીડિયામાં હંમેશા હેડલાઈન્સમાં રહેનારી કંગનાએ ખેડૂતોના આંદોલનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે નાગરિકતા (સંશોધન) કાયદા પર પણ સરકારને સમર્થન આપ્યું હતું. સિનેમાના પડદા પરથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા છે. કંગનાને 5 લાખ 37 હજાર 022 વોટ મળ્યા છે જ્યારે વિક્રમાદિત્ય સિંહને 4 લાખ 62 હજાર 267 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. કંગનાનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલના મંડી જિલ્લામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. કંગનાની માતા આશા રનૌત એક સ્કૂલ ટીચર છે અને તેના પિતા અમરદીપ રનૌત બિઝનેસમેન છે.

કંગનાએ ઘટના પર એક્સ પર આપી પ્રતિક્રિયા

બોલિવુડમાં  શાનદાર રહી છેે કંગનાની સફર

કંગના રનૌતની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની રહેવાસી છે. મોડલિંગ બાદ તેણે 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની 18 વર્ષની ફિલ્મી કરિયરમાં કંગનાએ ડઝનેક ફિલ્મો કરી છે, જેમાં ફેશન, ક્વીન, ક્રિશ 3, તુન વેડ્સ મનુ અને ક્વીન જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *