Amreli : 17 કલાકની અથાગ મહેનત પછી પણ હારી જીંદગી, બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત

Amreli : 17 કલાકની અથાગ મહેનત પછી પણ હારી જીંદગી, બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત

Amreli : 17 કલાકની અથાગ મહેનત પછી પણ હારી જીંદગી, બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત

અમરેલીના સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે તેની જિંદગી સાથેનો જંગ હારી ગઈ છે. 17 કલાક સુધી સતત તેને બચાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ. તેમ છતા આ માસુમ તેની જીંદગી સામેની લડાઇ હારી ગઇ છે. તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે.

અથાગ મહેનત બાદ પણ બાળકીનો જીવ ન બચાવી શકાયો

દોઢ વર્ષની આરોહી નામની બાળકી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી અને 45થી 50 ફૂટ ઉંડે ફસાઇ ગઇ હતી.ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી, MLA, સાંસદ પણ સ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમ પણ બોલાવી લેવાઇ હતી. જો કે અથાગ પ્રયત્ન છતા તેની જીંદગી બચાવી ન શકાઇ.

અંતે NDRF, પોલીસ અને ફાયર વિભાગની ટીમે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી છે. બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા રાજુલાથી લાવેલા રોબોટ ટીમની પણ મદદ લેવાઈ હતી.

શું હતી સમગ્ર ઘટના ?

દોઢ વર્ષીય આરોહી ખેતમજૂરની બાળકી છે. અમરેલીના સુરગપરામાં 14 જુનના રોજ બપોરે સાડા બાર કલાકે આ દોઢ વર્ષીય બાળકી રમતા-રમતા અચાનક બોરવેલમાં પડી ગઇ હતી.જે પછી બાળકી 45થી 50 ફૂટ ઉંડે ફસાઇ ગઇ હતી. ઘટના અંગે જાણ થયા બાદ બાળકીને બચાવવા આરોગ્ય, ફાયર અને પોલીસ વિભાગ બાળકીના બચાવ કાર્યમાં લાગી ગયુ હતુ.

બાળકીને બચાવવા રોબોર્ટની મદદ લેવામાં આવી

બાળકીને બચાવવા 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતુ. ફાયરની ટીમે બોરવેલમાં કેમેરા ગોઠવ્યા હતા. બોરની અંદરના બાળકીના કેમેરાના વિજયુલમાં જોવા મળ્યુ હતુ કે બાળકીના માથા પર માટી પડી છે.જે પછી ફાયર વિભાગ દ્વારા રોબર્ટથી બાળકીનું રેસ્ક્યુ કરવાનું કામ શરુ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર,…

કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા…
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક

Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ,…

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા વર્ષો પહેલા એપની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર, અત્યારે તમામ કંપનીઓ સુપર એપ્સ સિવાય મલ્ટી-સર્વિસ…
વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો

વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન…

T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતની ધરતી પર શાનદાર સ્વાગત થયું. પહેલા દિલ્હીમાં પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *