Ahmedabad Video : વટવામાં EWSના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે, 1 હજાર ઘર 180 કરોડના ખર્ચે કરાશે ધ્વસ્ત

અમદાવાદના વટવામાં EWSના આવાસ તોડવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશન બનાવેલા મકાનો વાપર્યા વગર જ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ 70 ટકા મકાનો તોડી પડાયા છે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. જો કે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસના મકાનો કોઈને ફાળવવામાં આવ્યા ન હતા. આશરે  514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે.

15 વર્ષમાં જર્જરીત થયેલા મકાનો કોઈને ન ફાળવવામાં આવતા ઘણા સમયથી આ આવાસો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગરીબોના આવાસના નામે કૌભાંડ કરતા હોવાના વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. આ તરફ કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારી સામે પગલા લેવા માટે માગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 1000 મકાનો 180 કરોડના ખર્ચે તોડી પાડવામાં આવશે.

Related post

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો છે IPO, ઇશ્યૂ કરશે 2500 કરોડ રૂપિયાના નવા શેર

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો…

ખાનગી ક્ષેત્રની HDFC બેંકની નોન-બેંકિંગ પેટાકંપની HDB ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOના પ્લાનને HDB ફાયનાન્સિયલ…
NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા બાળકને મળશે રૂપિયા 10 કરોડથી વધુ રકમ, જાણો ગણતરી

NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા…

કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ પેન્શન યોજના NPS વાત્સલ્ય શરૂ કરી છે. તે ખાસ કરીને નાના બાળકો…
Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે વોડા-આઇડિયાએ કરી અર્જન્ટ જાહેરાત

Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે…

ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડે સોમવારે, 23 સપ્ટેમ્બરના રોજ રોકાણકારો અને વિશ્લેષકો સાથે તાત્કાલિક કોન્ફરન્સ કોલનું આયોજન કરવાની જાહેરાત કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *