Ahmedabad Video : એરપોર્ટ પાસેથી કુખ્યાત સટ્ટા બુકી અને મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો

રાજસ્થાન ના ચિત્તોડગઢમાં આવેલ કપાસન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ફરાર બાલ મુકુંદ કૈલાશ ચંદ્ર ઇનાની ગુજરાત આવીને અમદાવાદ એરપોર્ટ થી દુબઇ ભાગવાની ફિરાકમાં હોવાના DCP ઝોન 4 ડો કાનન દેસાઈને મળેલ ચોક્કસ ઇનપુટ્સ આધારે તેઓની એલસીબી ટીમને સાથે રાખી ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરી બાલ મુકુંદ ઇનાનીને ઝડપી પાડી રાજસ્થાન પોલીસને હવાલે કર્યો છે.

ચોક્કસ ઈન્પુટ્સના આધારે ઓપરેશન હાથ ધરી ટેક્નિકલ સર્વલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાલ મુકુંદ ઇનાનીને અમદાવાદ એરપોર્ટના ગેટ નમ્બર 2 નજીકથી ઝડપી પાડેલ રાજસ્થાનથી તે ધોરીમાર્ગ દ્વારા ગાંધીનગરની એક હોટેલમાં રોકાયો હતો અને ત્યાર બાદ તે  દુબઇની ફલાઇટ પકડવા માટે અમદાવાદ એરપોર્ટ નજીક પહોંચતાજ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
બાલ મુકુંદ ઇનાની ગણના ઓનલાઇન સટ્ટાના મોટા બુકીઓમાં થાય છે. જોગણિયા બુક નામની સટ્ટા એપ દ્વારા તેને સમગ્ર દેશમાં પોતાની જાળ બિછાવેલ છે. દુબઇમાં રહીને તેને સટ્ટાનું નેટવર્ક ચલાવતા તે 2000 થી 3000 કરોડનું ટર્ન ઓવર કરતો મોટો બુકી બની ગયો હોવાના પુરાવા રાજસ્થાન પોલીસ ને હાથ લાગ્યા છે.

ક્રિકેટ સટ્ટા કાંડના ચર્ચિત કેસ મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનો પણ સાથી રહી ચુક્યો છે બાલ મુકુંદ ઇનાની કપાસન નગરપાલિકાના સભ્ય તરીકે તે બે વાર ચૂંટાઈ ચુક્યો છે અને કોંગ્રેસના સક્રિય વરિષ્ઠ નેતાઓમાં તેની ગણના થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

IND vs BAN:  ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી મોટી ભૂલ, કેપ્ટન રોહિત શર્મા થયો ગુસ્સે

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી…

લાંબા વિરામ બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ કંઈ ખાસ ન રહી. પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં…
Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો ઓર્ડર, શેરનો ભાવ છે 58 રૂપિયા, સ્ટોકમાં જોવા મળી ભારે ખરીદી

Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો…

શેરબજારમાં કન્સ્ટ્રક્શન કંપનીએ NHPC તરફથી સિક્કિમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 240 કરોડ રૂપિયાનો છે. આ ઓર્ડરની વચ્ચે…
IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં 227 રનની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *