Ahmedabad : હવે દેવી ઢોંસા રેસ્ટોરન્ટના ખોરાકમાંથી નીકળ્યો મરેલો ઉંદર, જુઓ Video

Ahmedabad : હવે દેવી ઢોંસા રેસ્ટોરન્ટના ખોરાકમાંથી નીકળ્યો મરેલો ઉંદર, જુઓ Video

છેલ્લા ઘણા સમયથી હોટેલ-રેસ્ટોરેન્ટની ખાણી-પીણીની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના નિકોલમાં આવેલી એક રેસ્ટોરેન્ટમાં પીરસાયેલા ખોરાકમાં મરેલો ઉંદર નીકળ્યો છે.

અત્યાર સુધી ક્યાંક વેફરના પેકેટમાં દેડકો, ક્યાંક રેસ્ટોરેન્ટના ફૂડમાં વંદા, ગરોળી અને દવાની પડીકી મળી આવ્યા છે. તો, હવે ફરી સંભારમાં મરેલા ઉંદરનો વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા નામની રેસ્ટોરેન્ટની આ બેદરકારી છે. જ્યાં ગ્રાહકના સંભારમાં મરેલો ઉંદર નીકળ્યો છે. જેને લઇ ગ્રાહકમાં રોષ ફેલાયો છે.

સંભારમાંથી મરેલો ઉંદર નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે, ફૂડ વિભાગની તપાસ કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે રેસ્ટોરેન્ટ સંચાલકો પણ ધ્યાન નથી આપી રહ્યા. વારંવાર રેસ્ટોરેન્ટના ભોજનમાં જીવાતથી લઇને વસ્તુઓ નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે. આ જોઇને સ્પષ્ટપણે લાગે છે, કે બહારનું ભોજન ખાવનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહ્યા છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *