Ahmedabad થી મુસાફરી કરતા લોકો ટાઈમટેબલ ચેક કરીને નીકળો,  ટ્રેનો થઈ રદ

Ahmedabad થી મુસાફરી કરતા લોકો ટાઈમટેબલ ચેક કરીને નીકળો, ટ્રેનો થઈ રદ

Ahmedabad થી મુસાફરી કરતા લોકો ટાઈમટેબલ ચેક કરીને નીકળો,  ટ્રેનો થઈ રદ

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળ પર કટની મુડવારા-બીના સેક્શનમાં દમોહ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે.

રદ્દ ટ્રેનો

  • 31 ઓગસ્ટ અને 07 સપ્ટેમ્બર 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
  • 03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
  • 25 ઓગસ્ટ, 01 અને 08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે.
  • 27 ઓગસ્ટ, 03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે.
  • 04 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
  • 07 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

ડાયવર્ટ કરાયેલા ટ્રેનના રુટ

  1. 27 ઓગસ્ટ 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની મુડવાર-ન્યૂ કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની સાઉથ-ન્યૂ કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે.
  2. 26 અને 30 ઓગસ્ટ તથા 02, 06, 09 અને 13 સપ્ટેમ્બર 2024 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ જબલપુર-કટની મુડવારા-બીના-ભોપાલને બદલે ડાયવર્ટ માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલના માર્ગે ચાલશે.
  3. 09 સપ્ટેમ્બર 2024 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની મુડવારા-જબલપુરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુરના માર્ગે ચાલશે.
  4. 31 ઓગસ્ટ 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ન્યૂ કટની-કટની મુડવારા-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ન્યૂ કટની-કટની સાઉથ-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે.
  5. 08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
  6. 10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
  7. 25 ઓગસ્ટ 2024 થી 12 સપ્ટેમ્બર 2024 સુધી ગોરખપુરથી ઉપડનારી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
  8. 10 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.
  9. 28 ઓગસ્ટ, 4 અને 12 સપ્ટેમ્બર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુર-સંત હિરદારામ નગરને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે.

વધારે માહિતી માટે યાત્રીઓએ રેલવેની www.enquiry.indianrail.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી લેવું જોઈએ.

 

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *