Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલમાં ગણેશ ચતુર્થીના દિવસે પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન

સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના એવી હતી કે, છેલ્લા પચ્ચીસેક દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા.

દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા કરી

ગણેશચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્નીના દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી.

હત્યારો પતિ પ્રદીપ હત્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે.

બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીની ગળું દબાવી હત્યા નીપજાવી હતી.

હાલ તો નારોલ પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણ થી પત્નીની હત્યા નીપજાવી છે.

Related post

IND vs BAN: ચેન્નાઈમાં બુમરાહની બોલિંગનો તોફાન, બાંગ્લાદેશનો પ્રથમ દાવ સસ્તામાં ખતમ

IND vs BAN: ચેન્નાઈમાં બુમરાહની બોલિંગનો તોફાન, બાંગ્લાદેશનો પ્રથમ…

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ…
ગ્રીસમાં પ્રોપટી ખરીદવા ભારતીયો કેમ કરી રહ્યા છે પડાપડી ? કારણ જાણી ચોંકી જશો તમે

ગ્રીસમાં પ્રોપટી ખરીદવા ભારતીયો કેમ કરી રહ્યા છે પડાપડી…

ઘણા ભારતીયો સમગ્ર વિશ્વમાં વસે છે. પછી તે ઈંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, UAE હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય. તમને…
Surat : સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા સ્થાનિકોમાં આક્રોશ, જુઓ Video

Surat : સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની…

સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટને લઈને સીમાડાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. સણીયા હેમાદ, કોસમાડા અને છેડછા ગામના રહીશોએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની સામે વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *