એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો પાર કરીને દોઢ મહિને પહોંચતી હતી લંડન

એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો પાર કરીને દોઢ મહિને પહોંચતી હતી લંડન

એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો પાર કરીને દોઢ મહિને પહોંચતી હતી લંડન

એક સમય હતો જ્યારે ભારતથી લંડન સુધી બસ સેવા હતી. જો કે આજે તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ એ વાત સાચી છે કે સાત દાયકા પહેલા કોલકાતાથી લંડન સીધી બસ સેવા હતી. આ બસ સેવા સિડનીની આલ્બર્ટ ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. તેની શરૂઆત 1950માં થઈ હતી. આ બસ સેવા 1973 સુધી ચાલુ હતી, પછી તેને બંધ કરી દેવામાં આવી. આ બસ સેવા તે સમયે વિશ્વની સૌથી લાંબી બસ મુસાફરી હતી.

આ પ્રવાસમાં 45 દિવસનો લાગતો હતો સમય

આ બસ સેવા મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ બસની યાત્રા કોલકાતાથી શરૂ થઈ નવી દિલ્હી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી, બેલ્જિયમ, યુગોસ્લાવિયા, ઓસ્ટ્રિયા, પશ્ચિમ જર્મની અને બલ્ગેરિયા થઈને લંડન પહોંચતી હતી. આ દરમિયાન તે કુલ 11 દેશોમાંથી પસાર થતી હતી. લંડનથી આ બસ ફરીથી એ જ રૂટ પર કોલકાતા પરત આવતી હતી. આ યાત્રાનો કાર્યક્રમ એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે તેને 45 દિવસ લાગતા હતા.

બસ રસ્તામાં એવા સ્થળોએ ઉભી રહેતી કે લોકોની મુસાફરી એકદમ આરામદાયક અને યાદગાર બની રહે. જેમ કે, જો રસ્તામાં ક્યાંક કોઈ ફેમસ પર્યટન સ્થળ હોય, તો બસ ત્યાં ઊભી રહેતી અને મુસાફરોને ફરવાની તક મળતી. સૌથી મોટી વાત એ છે કે આ મુસાફરીમાં પ્રવાસીઓના હોટલમાં રહેવાનો ખર્ચ ટુર ઓપરેટિંગ કંપની ઉઠાવતી હતી.

આ બસનો રૂટ રસપ્રદ અને જોખમી બંને હતો કારણ કે તે અફઘાનિસ્તાનમાંથી પસાર થતી હતી. જ્યારે આ બસ હેરાતના પાસમાંથી પસાર થતી ત્યારે રસ્તા પર કોઈ દેખાતું ન હતું. જે માર્ગો પરથી તે જતી હતી, હવે કેટલાક દેશોના નકશા બદલાઈ ગયા છે અથવા તો કેટલાકનું નામ દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું છે. આ બસમાં મુસાફરી કરવા માટે લોકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ રાહ જોતા હતા.

કેટલું હતું ભાડું ?

આ બસ સેવા 1972માં કોલકાતાથી લંડન સુધી 145 પાઉન્ડનું ભાડું વસૂલતી હતી. બાદમાં આલ્બર્ટ ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ તેનું ભાડું વધાર્યું. આ બસની ટિકિટ પણ અનોખી હતી. તેની ટિકિટમાં મુસાફરી દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓ, ભાડું અને રૂટનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. આ બસની પ્રસ્થાન તારીખ અગાઉથી નક્કી કરવામાં આવી હતી અને લંડન પહોંચવાનો દિવસ પણ નક્કી કરવામાં આવતો હતો. આ ભાડામાં બસનું ભાડું, ભોજન, નાસ્તો અને રસ્તામાં આવતી હોટલોમાં રહેવાની સુવિધાનો સમાવેશ થતો હતો. તે ડબલ ડેકર બસ હતી, જે લોકોમાં આલ્બર્ટ બસ તરીકે પ્રખ્યાત હતી.

સ્લીપર બર્થની પણ સુવિધા હતી

બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સ્લીપર બર્થની સુવિધા પણ હતી. બસમાં સલૂન, પુસ્તકો વાંચવાની જગ્યા અને બહારનો નજારો માણવા માટે ખાસ બાલ્કની પણ હતી. બસ ઓપરેટર કંપની દાવો કરતી હતી કે તમને આટલી આરામદાયક મુસાફરી ક્યાંય નહીં મળે. આમાં તમને એવું લાગશે કે તમે ઘરમાં જ છો.

આ બસ સેવા કેમ બંધ થઈ ?

થોડા વર્ષો પછી આ બસનું ભાડું વધારીને 305 ડોલર કરવામાં આવ્યું. બસની ટિકિટમાં એ પણ લખવામાં આવતું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો બંધ હશે તો મુસાફરોને એરલિફ્ટ કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે તો ભાડું વધી જશે. ઈરાની ક્રાંતિ પહેલાના રાજકીય સંજોગો અને પાકિસ્તાન અને ભારત વચ્ચે વધતા તણાવને કારણે 1976માં બસ સેવા બંધ કરવામાં આવી હતી.

Related post

Health Tip: વરસાદ સિઝનમાં થઈ ગઈ છે શરદી અને ઉધરસ, તો આજે જ ઘરે બનાવો આ દેશી ઉકાળો

Health Tip: વરસાદ સિઝનમાં થઈ ગઈ છે શરદી અને…

છેલ્લા 2-3 દિવસથી દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ વરસાદને જોતા અંદાજ લગાવવામાં…
Navaratri 2024 : દાંડિયા નાઈટ માટે પસંદ કરો આ હળવા લાઇટ વેટ લહેંગા, ગરબા કરવામાં નહીં આવે કોઈ મુશ્કેલી

Navaratri 2024 : દાંડિયા નાઈટ માટે પસંદ કરો આ…

દાંડિયા નાઇટ માટે, કેટરિના કૈફના આ લાલ રંગના ફ્લોરલ લહેંગા લૂક તમારા પર ખૂબ સુંદર લાગશે. દાંડિયા માટે આ પ્રકારના લાઇટ…
અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ, જુઓ Video

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ, જુઓ Video

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે 3100 કરોડ રૂપિયાના  ખર્ચે હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારનો નિર્ણય. જેમાં વટામણ- પીપળી, સુરત-…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *