સુરતના ઉધનામાં ટ્રકે બાઇક પર જતા દંપતીને મારી ટકકર, પતિ-પત્નીનું મોત

સુરતના ઉધનામાં ટ્રકે બાઇક પર જતા દંપતીને મારી ટકકર, પતિ-પત્નીનું મોત

સુરતના ઉધનામાં ટ્રકે બાઇક પર જતા દંપતીને મારી ટકકર, પતિ-પત્નીનું મોત

સુરતના ઉધના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની  અને તેમની પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. આ ઘટનામાં પતિ-પત્નીનું મોત નીપજ્યું છે, તો બીજી તરફ લોકોએ ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો છે. દંપતિના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરિવાર જમ્યા બાદ બાઇક પર ફરવા નીકળ્યો હતો

મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત ગાયત્રી નગર સોસાયટી પાસે સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા, તેઓ કસ્ટમ વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રાતે તેઓ જમીને બાઈક પર પત્ની અને 6 વર્ષની દીકરીને લઈને નજીકના વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. તેઓ ઉધના જીવનજ્યોત પાસે બાઈક પર પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન એક ટ્રક ચાલકે તેઓની બાઈકને અડફેટે લીધી હતી.

પત્નીનું ઘટના સ્થળે જ મોત, પતિનું સારવાર દરમિયાન મોત

આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ પત્ની સારિકાબેનનું મોત નીપજ્યું હતું, જયારે સચિનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

બાળકીનો થયો ચમત્કારિક બચાવ

આ ઘટનામાં સચિનભાઈની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી હતી અને ટ્રક ચાલકને પકડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીના મોતના પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Related post

મહિલા બોસે 58 જુનિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધો, 70 કરોડની લાંચ લીધી, મહિલા અધિકારીને 13 વર્ષની જેલ

મહિલા બોસે 58 જુનિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધો, 70…

એક ચીની મહિલા અધિકારી પર તેના સ્ટાફના 58 જુનિયરો સાથે શારીરિક સંબંધ બાંધવાનો, ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો અને મોટી લાંચ લેવાનો આરોપ…
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સરકારી યોજનાઓ છે ફાયદાકારક

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સરકારી યોજનાઓ…

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર વિવિધ લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. જેમાં કેટલીક યોજનાઓ…
Profitable Share: આ સૂતેલા શેર પર એક્સપર્ટની નજર, 20%થી વધુ મળશે રિટર્ન, બેંકનો છે શેર

Profitable Share: આ સૂતેલા શેર પર એક્સપર્ટની નજર, 20%થી…

છેલ્લા 3 મહિનાથી નિષ્ક્રિય પડેલી ખાનગી ક્ષેત્રની બેંકના શેરમાં નિષ્ણાતો તેજીમાં હોવાનું જણાય છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બેન્કના શેર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *