Bharuch : અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ સાથે મુમતાઝ પટેલે CMને લખેલા પત્ર પર ગરમાયું રાજકારણ – Video

Bharuch : અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ સાથે મુમતાઝ પટેલે CMને લખેલા પત્ર પર ગરમાયું રાજકારણ – Video

ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ કરી. મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી આ સમગ્ર બાબતે ઘટતું કરવા માંગ કરી.  ખાસ કરીને વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુક્સાન થયું છે.

કેટલીક જગ્યા પર ઘરમાં પાણી ઘસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. અઢી મહિનાથી સતત વરસાદના કારણે વાવેતર ના થયું. ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ કરવામાં આવી છે.

આ સાથે મુમતાઝ પટેલની એક પોસ્ટ સોશિયલ મીડિયા સાથે રાજનીતિમાં વિવાદનું કારણ બની છે. મુમતાઝ પટેલે CM પટેલને પત્ર લખીને પૂર પીડિતોને સહાય ચૂકવવાની માગ કરી હતી. મુમતાઝે આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી, ટ્વીટ પર પોસ્ટ બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે પ્રહાર કર્યો. ભૂષણ ભટ્ટે અચાકન ભરૂચના નાગરિકો માટે પ્રેમ ઉમટવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું, સાથે જ દિલ્લીના દરબારમાંથી પત્ર લખવા મુદ્દે દુ:ખ પણ વ્યક્ત કર્યું.

Related post

સરકારી યુનિ. સંલગ્ન ખાનગી કોલેજોની ફી FRCના દાયરામાં, પરંતુ ખાનગી યુનિવર્સિટીઓને ઉઘાડી લૂંટની છૂટ !

સરકારી યુનિ. સંલગ્ન ખાનગી કોલેજોની ફી FRCના દાયરામાં, પરંતુ…

સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોની ફી હવે FRC નક્કી કરશે. રાજ્ય સરકારે FRCના દાયરામાં ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખ્યું છે જેના કારણે…
ગેસ ખતમ થવાની ઝંઝટથી મળશે છુટકારો, હવે આ ગેજેટ રસોઈ બનાવશે સરળ, જાણો

ગેસ ખતમ થવાની ઝંઝટથી મળશે છુટકારો, હવે આ ગેજેટ…

બજારમાં નવીન ઇન્ડક્શન કુકટોપ્સ લોન્ચ થયા છે. આમાં પુશ બટન ઇન્ડક્શન કૂકટોપ અને ટચ બટન ઇન્ડક્શન કૂકટોપનો સમાવેશ થાય છે. આ…
ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજકોટના અડધોઅડધ કોર્પોરેટરો રહ્યા ગેરહાજર !

ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી…

રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના અગ્રણીઓ, પ્રભારીઓ અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કામગીરીની સમિક્ષા આજની ભાજપની બેઠકમાં કરી હતી. જો કે આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *