19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી અને સોલાર ડિવાઇસમાં બ્લાસ્ટ, 9ના મોત, 300 ઘાયલ
- GujaratOthers
- September 19, 2024
- No Comment
- 7
લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી અને સોલાર ડિવાઇસમાં બ્લાસ્ટ થયો છે. 9ના મોત થયા છે,તો 300 લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા હિઝબુલ્લા સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટ થયો છે. PM મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. ચોથી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. તો 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. મોદી કેબિનેટે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ને આપી મંજૂરી. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરવાનો પ્રસ્તાવ.. કોંગ્રેસે વિરોધ કર્યો. અંતરિક્ષમાં ભારતનો દબદબો સ્થપાશે. 3 મોટા પ્રોજેક્ટને કેબિનેટની લીલીઝંડી મળી છે. ચંદ્રયાન-4, વિનસ ઓર્બિટર મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનને મંજૂરી. વિસનગર સિવિલમાં દર્દી પાસે જબરદસ્તી ભાજપની સદસ્યતા માટે દબાણ કરાયું હોવાનો દાવો. તો બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયાનો કોંગ્રેસનો આક્ષેપ છે. જૂનાગઢમાં એક સાથે 35 સરપંચોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ચકચાર. વિકાસના કામો ટલ્લે ચઢતા હોવાની ફરિયાદ કરી.