અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણ છે જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિતમિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાલોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ પૈસાની લેતી દેતીની ઉઘરાણી અને એક જ યુવતીને પ્રેમ કરવાની ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે.

શું છે હત્યા પાછળની હકીકત ?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડો ચાલતો હતો. જેમાં મૃતક અને આરોપી એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત મૃતક જાવેદઅલીના એક મિત્રનાં રૂપિયા એક લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા. જેથી તેના ઘરે જઈને મૃતક ઉઘરાણી કરતો હતો અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો.

છરીના ઘા ઝીકીને હત્યા કરી

આ ઝઘડાઓની અદાવતમાં આરોપીઓ બે વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતા 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.

આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઇકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

Related post

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો છે IPO, ઇશ્યૂ કરશે 2500 કરોડ રૂપિયાના નવા શેર

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો…

ખાનગી ક્ષેત્રની HDFC બેંકની નોન-બેંકિંગ પેટાકંપની HDB ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOના પ્લાનને HDB ફાયનાન્સિયલ…
NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા બાળકને મળશે રૂપિયા 10 કરોડથી વધુ રકમ, જાણો ગણતરી

NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા…

કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ પેન્શન યોજના NPS વાત્સલ્ય શરૂ કરી છે. તે ખાસ કરીને નાના બાળકો…
Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે વોડા-આઇડિયાએ કરી અર્જન્ટ જાહેરાત

Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે…

ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડે સોમવારે, 23 સપ્ટેમ્બરના રોજ રોકાણકારો અને વિશ્લેષકો સાથે તાત્કાલિક કોન્ફરન્સ કોલનું આયોજન કરવાની જાહેરાત કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *