Surat News : સુરતમાં જળબંબાકારની સ્થિતિ, માંગરોળના નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ, જુઓ Video

Surat News : સુરતમાં જળબંબાકારની સ્થિતિ, માંગરોળના નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે. મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના પગલે અનેક લોકો ફસાયા છે.

નવસારીમાં 3000થી વધુ લોકોને કરાયા સ્થળાંતર

બીજી તરફ નવસારી શહેરમાં પૂર્ણ નદીએ શહેરને પાણીમાં ડુબાડી દીધું છે. શહેરના 3000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. શહેરની વિવિધ શાળાઓમાં અને વાડીઓમાં લોકોને રાખવામાં આવ્યા છે. શહેરની ટાટા બોયઝ સ્કૂલમાં સ્થળાંતરિત કરાયેલા ગધેવન અને વિદાયત નગર વિસ્તારના લોકોને સ્થળાંતરિત તો કરવામાં આવ્યા છે પરંતુ સહાય અને સુવિધા ના નામે મીંડું હોવાના કારણે લોકો આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Related post

જો વિરાટ-રોહિતે 4 દિવસનો સમય આપ્યો હોત તો કદાચ ચેન્નાઈમાં આવું ખરાબ પ્રદર્શન ના હોત!

જો વિરાટ-રોહિતે 4 દિવસનો સમય આપ્યો હોત તો કદાચ…

અપેક્ષા- રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની હતી, પરંતુ બે દિવસમાં ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા બેટ્સમેન ખરાબ રીતે…
CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું

CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
અમને કાયમી કરો – વડોદરા પાલિકાના 700થી વધુ હંગામી કર્મચારીઓ કાયમી થવા મેદાને, જુઓ Video

અમને કાયમી કરો – વડોદરા પાલિકાના 700થી વધુ હંગામી…

કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં લોકો જ્યારે કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે, કમિશનરને પ્રવેશવાનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *