T20 વર્લ્ડકપના હીરોને ગુસ્સો આવતા, બોલ નહિ પરંતુ હેલમેટને કર્યો બાઉન્ડ્રી બહાર, જુઓ  VIDEO

T20 વર્લ્ડકપના હીરોને ગુસ્સો આવતા, બોલ નહિ પરંતુ હેલમેટને કર્યો બાઉન્ડ્રી બહાર, જુઓ VIDEO

T20 વર્લ્ડકપના હીરોને ગુસ્સો આવતા, બોલ નહિ પરંતુ હેલમેટને કર્યો બાઉન્ડ્રી બહાર, જુઓ  VIDEO

ટી20 વર્લ્ડકપ 2006ની ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝનો ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટે મેક્સ60 કેરેબિયન લીગની મેચ દરમિયાન આઉટ થતાં ગુસ્સે થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ જોવા મળી રહ્યો છે, પેવેલિયન તરફ જતી વખતે તેમણે બેટથી હેલમેટને બાઉન્ડ્રી બહાર કર્યો હતો.આ લીગમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમી રહ્યો છે.

હેલ્મેટ બાઉન્ડ્રીની બહાર કર્યું

ગ્રાન્ડ કેમેન જગુઆર સામે રમાયેલી મેચમાં કાર્લોસ બ્રેથવેટને જોશ લિટલ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્લોસ બ્રેથવેટ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. કાર્લોસ બ્રેથવેટ કેચ આઉટ થયો હતો, પરંતુ બોલ તેના બેટને લાગ્યો ન હતો. આવી સ્થિતિમાં કાર્લોસ બ્રેથવેટ ખૂબ જ ગુસ્સામાં ડગઆઉટ તરફ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બ્રેથવેટે ગુસ્સામાં બેટ વડે પોતાનું હેલ્મેટ માર્યું જે સીધું બાઉન્ડ્રીની બહાર કર્યું હતું. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે કાર્લોસ બ્રેથવેટ?

કાર્લોસ બ્રેથવેટએ ખેલાડી છે જેમણે 2016 ટી20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝને ચેમ્પિયન બનાવી હતી. કાર્લોસ બ્રેથવેટે ફાઈનલમાં સતત 4 સિક્સ ફટકારી ઈંગ્લેન્ડ સામે જીત મેળવી છે. કાર્લોસ બ્રેથવેટે વેસ્ટઈન્ડિઝ માટે ઈન્ટરનેશનલ કરિયરમાં 3 ટેસ્ટ,44 વનડે અને 41 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 1050 રન અને 75 વિકેટ લીધી છે.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કાર્લોસ બ્રથવેટ ભલે ખોટી રીતે આઉટ થયો પરંતુ તેની ટીમ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સે પહેલા બેટિંગ કરતા 10 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન બ્રેથવેટ 5 બોલમાં 7 રન બનાવી શક્યો હતો.ગ્રેન્ડકેમેન જગુઆર આ ટાર્ગેટનો પીછો કરતા 10 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 96 રન બનાવી શકી હતી.મોટા મોટા છગ્ગા ફટકારવામાં હોશિયાર બ્રેથવેટ 9મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થતાં નાખુશ થયો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Max60 કેરેબિયન લીગ 2024માં ચાહકો દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આ લીગમાં 60-60 બોલની મેચો રમાય છે, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળે છે. લીગ તબક્કામાં 5 ટીમો વચ્ચે સ્પર્ધા હતી. હવે સુપર-3 રાઉન્ડ રમાઈ રહ્યો છે. સિઝનની 22મી મેચ ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ અને ગ્રાન્ડ કેમેન જગુઆરની ટીમો વચ્ચે રમાઈ હતી.

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *