જાણીતા ગાયક વિજય સુવાળા સામે અમદાવાદના શખ્સે નોંધાવી હત્યાના પ્રયાસની ફરિયાદ- જુઓ Video

જાણીતા ગાયક વિજય સુવાળા સામે અમદાવાદના શખ્સે નોંધાવી હત્યાના પ્રયાસની ફરિયાદ- જુઓ Video

જાણીતા ગુજરાતી ગાયક વિજય સુંવાળા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના જમીન દલાલ દિનેશ દેસાઇએ વિજય સુંવાળા સહિત 30 લોકોના ટોળા સામે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. બંને પક્ષકારો વચ્ચે વર્ષ 2020થી મનદુખ ચાલી રહ્યું હતું. આજ મનદુખને પગલે બબાલ થયાની આશંકા સેવાઇ રહી છે. ફરિયાદી દિનેશ દેસાઇનો આરોપ છે કે મનદુખમાં સમાધાનની વાતો વચ્ચે વિજય સુવાળાએ પોતાના માણસો સાથે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો.

વિજય સુવાળા સહિતના 40 લોકોએ 18 ઓગસ્ટે હુમલો કર્યો

ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા મુજબ 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 40 લોકોનું ટોળુ લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.

દિનેશ દેસાઈ સમાજની દીકરીઓને હેરાન કરતો હોવાનો સુવાળાનો આરોપ

તો બીજી તરફ વિજય સુંવાળાએ તમામ આરોપો ફગાવ્યા છે. સુંવાળાએ વળતો આરોપ લગાવ્યો છે કે ફરિયાદી દિનેશ દેસાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી પાસેથી ખંડણી માગતો હતો અને મને ધમકી આપતો હતો કે મારી સત્તા, મારી પહોંચ ઉંચે સુધી છે, હું ગમે તે કરીશ, તને ગમે ત્યાં ફસાવી દઈશ, તારા કાર્યક્રમો બંધ કરાવી દઈશ. સુંવાળાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે દિનેશ દેસાઈ સુવાળાના સમાજની દીકરીઓને અવારનવાર હેરાન કરતો હતો, આ અંગેની ફરિયાદ મારી પાસે આવતા મે સામાજિક કાર્યકરોને સમજાવટ માટે તેને ત્યાં મોકલ્યા હતા. આ વાત તેને ખટક્તા મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવુ ન જોઈએ. સુંવાળાએ વધુમાં જણાવ્યુ કે સત્તાનો દુરુપયોગ કરી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ દિનેશ દેસાઈએ વિજય સુંવાળા અને તેમના ભાઈ સહિત 40 લોકો સામે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

Input Credit- Harin Matravadiya, Ronak Varma

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *