Video: UPના હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, સહાયની જાહેરાત

Video: UPના હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, સહાયની જાહેરાત

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિકંદરા રાઉના ફુલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃત્યુઆંક વધી શકે છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.

મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ મોત થતનારા લોકોને 2 લાખ અને ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, “ભક્તોના મૃત્યુના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે.” તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે

સીએમ યોગીની સૂચના પર, ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અલીગઢ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરશે. ADG આગ્રા અને કમિશનર અલીગઢની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.

આ પણ વાંચો: Breaking News: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં 100થી વધારે લોકોના મોત, CM યોગીએ આપ્યા આદેશ

Related post

હલવા સેરેમની બાદ ‘લોક’ થયા નાણા મંત્રાલયના અધિકારીઓ, હવે બજેટ રજૂ થયા બાદ જ જઈ શકશે ઘરે, જાણો કારણ

હલવા સેરેમની બાદ ‘લોક’ થયા નાણા મંત્રાલયના અધિકારીઓ, હવે…

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણા મંત્રાલયમાં બજેટ પહેલા પરંપરાગત ‘હલવા સેરેમની’ ઉજવી હતી. તેમાં નાણાં મંત્રાલયના ઘણા અધિકારીઓએ પણ ભાગ…
Company Bankrupt: નાદાર થઈ આ પાવર કંપની, સમાચાર આવતા જ શેર વેચવા માટે ધસારો, કિંમત 9 પર પહોંચી

Company Bankrupt: નાદાર થઈ આ પાવર કંપની, સમાચાર આવતા…

આ પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર આજે મંગળવારે અને 16 જુલાઈના રોજ ફોકસમાં હતા. કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.…
આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ મળે છે ?

આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ…

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 5 જવાન શહીદ થયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે અહીં સર્ચ ઓપરેશન ચલાવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *