હિના ખાન એવોર્ડ શોમાંથી સીધી હોસ્પિટલ કીમોથેરાપી લેવા પહોંચી, વીડિયોમાં જોવા મળી આખી સફર

હિના ખાન એવોર્ડ શોમાંથી સીધી હોસ્પિટલ કીમોથેરાપી લેવા પહોંચી, વીડિયોમાં જોવા મળી આખી સફર

હિના ખાન એવોર્ડ શોમાંથી સીધી હોસ્પિટલ કીમોથેરાપી લેવા પહોંચી, વીડિયોમાં જોવા મળી આખી સફર

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરના રોલથી ઘર ઘરમાં ફેમસ થયેલી હિના ખાન હાલમાં ખુબ મુશ્કેલિમાં જોવા મળી રહી છે. અભિનેત્રી હિના ખાન સાથે એવું થયું છે જેનાથી તેના ચાહકો દુખી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ જાણ્યા બાદ સૌ કોઈ હેરાન જોવા મળી રહ્યા છે. ત્રીજા સ્ટેજમાં કેન્સર સામે ઝઝુમી રહેલી અભિનેત્રી હાલમાં એક વીડિયો શેર કર્યો છે અને પોતાનું હેલ્થ અપટેડ પણ આપ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભિનેત્રી પોઝિટિવ જોવા મળી રહી છે.

આ બધું તેના વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હાલમાં તેમણે તેની પ્રથમ કીમોથેરાપી બાદનો વીડિયો શેર કર્યો છે અને તેમણે વીડિયો શેર કરતા કહ્યું કે, તે પોતાને કઈ રીતે મોટિવેટ કરી રહી છે અને હોસ્પિટલ પહોંચી. તેની આખી જર્નીનો વીડિયો સામે આવ્યો છે.

હિનાએ એક લાંબી પોસ્ટ પણ શેર કરી

હિના ખાન એવોર્ડ શોથી સીધી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની હિંમત પણ સખત જોવા મળી રહીછે, સ્માઈલ સાથે હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. આ વીડિયો શેર કરતા હિના ખાને એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. આ એવોર્ડ શોમાં મને મારા કેન્સર વિશે જાણ થઈ પરંતુ મે આને નોર્મલ લેવાનો નિર્ણય લીધો, મારા માટે જ નહિ બધા માટે. આ એ દિવસ હતો જેમણે બધું જ બદલી નાંખ્યું છે. મે મારા આ અનુભવને સામાન્ય બનાવવાનો વિક્લપ પસંદ કર્યો.

 

 

View this post on Instagram

 

A post shared by (@realhinakhan)

 

હું સૌ લોકોને કહું છુ કે, આપણા જીવનના પડકારોને સામાન્ય બનાવો ત્યારબાદ તમારો લક્ષ્ય નિર્ધારિત કરો, અને તેને પુરો કરવાનો પ્રયાસ કરો. પછી ભલે તે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય. ક્યારે પણ પાછળ ન હટો અને હાર ન માનો.

થોડા દિવસો પહેલા હિના ખાન બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રીએ ખુલાસો કરતા કહ્યું કે, તેને કેન્સર છે અને આ વાત સાંભળતા જ ચાહકો પરેશાન જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી ચાહકો સાથે શેર કરી હતી કે, હાલમાં તેને જાણ થઈ છે કે, તે સ્ટેજ થ્રીના કેન્સર સામે લડી રહી છે.

આ પણ વાંચો : ટીવી સિરીયલથી લઈ બોલિવુડમાં કામ કરનારી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, પિતાનું થઈ ચૂક્યું છે નિધન, આવો છે ખાન પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *