Share Market Opening Bell : શેરબજાર ફરી એકવાર વિક્રમી સપાટીએ ખુલ્યું, સેન્સેક્સ 79840 પર ખુલ્યો

Share Market Opening Bell : શેરબજાર ફરી એકવાર વિક્રમી સપાટીએ ખુલ્યું, સેન્સેક્સ 79840 પર ખુલ્યો

Share Market Opening Bell : શેરબજાર ફરી એકવાર વિક્રમી સપાટીએ ખુલ્યું, સેન્સેક્સ 79840 પર ખુલ્યો

Share Market Opening Bell :ભારતીય શેરબજાર આજે ફરીએકવાર વિક્રમી સપાટી નોંધાવી કારોબાર શરુ કરવામાં અસફળ રહ્યું છે. આજે સેન્સેક્સ અને નિફટીએ નવી વિક્રમી સપાટી નોંધાવી છે. સેન્સેક્સ 364 જયારે નીતિ 53 પોઇન્ટ વધારા સાથે ખુલ્યો છે.

Stock Market Opening (02 July 2024)

  • SENSEX  : 79,840.37 +364.18 
  • NIFTY      : 24,228.75 +86.80 

વૈશ્વિક બજારોમાં કેવો રહ્યો કારોબાર ?

સોમવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા છે. નાસ્ડેકે નવો રેકોર્ડ સ્તર બનાવ્યો. ડાઉ જોન્સ 50 પોઈન્ટના વધારા સાથે, S&P 500 ઈન્ડેક્સ 15 પોઈન્ટના વધારા સાથે અને Nasdaq 147 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. અમેરિકન રોકાણકારો હવે ફેડના ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પર નજર રાખશે જે પોર્ટુગલમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકની વાર્ષિક બેઠકમાં બોલશે.

જીઓ પોલિટિકલ તણાવ અને અન્ય પરિબળોની ચિંતાને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 2% ના વધારા સાથે 2 મહિનાની ટોચ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 86.67 ડોલર પ્રતિ બેરલ છે.

એશિયાના બજારોની વાત કરીએ તો આજે અહીં નબળાઈ જોવા મળી રહી છે. મંગળવારે સવારે, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.41% ઘટ્યો હતો. જાપાનનું ચલણ યેન નબળું પડ્યું છે અને ફરી એકવાર 38 વર્ષની નીચી સપાટીએ સરકી ગયું છે. હવે પ્રતિ ડોલર યેનની કિંમત 161.67 છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.22% ના ઘટાડા સાથે કામ કરતો દેખાય છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ નબળાઈના સંકેત દેખાઈ રહ્યો છે.

FIIs – DII ના આંકડા

ગઈકાલે એટલે કે સોમવારે કેશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી. જોકે, તેની સરખામણીમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધુ હતી. FIIએ ગઈ કાલે કેશ માર્કેટમાં નેટ ₹426.03 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે, ડીઆઈઆઈએ ગઈકાલે કેશ માર્કેટમાં નેટ ₹3917.43 કરોડના શેર ખરીદ્યા હતા.

જૂન ક્વાર્ટરના ઓટો વેચાણના આંકડા

  1. TATA MOTORS : જૂન મહિનામાં સ્થાનિક વેચાણ 8% ઘટીને 74,147 યુનિટ થયું છે. કોમર્શિયલ વાહનોના કુલ વેચાણમાં 7% અને પેસેન્જર વાહનોના વેચાણમાં 8%નો ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે નિકાસ 13% વધીને 1,457 યુનિટ થઈ છે.
  2. TVS MOTORS : નોમુરાના 3.53 લાખ યુનિટની સામે કુલ ઓટો વેચાણ 3.34 લાખ યુનિટ હતું. 2-વ્હીલરનું વેચાણ 6% વધીને 3.22 લાખ યુનિટ થયું છે. ગયા વર્ષે જૂન મહિનામાં તે 3.04 લાખ યુનિટ હતું. સ્થાનિક 2-વ્હીલરનું વેચાણ 8% વધીને 2.56 લાખ યુનિટ થયું છે. ઇવીનું વેચાણ 10% વધીને 15,859 યુનિટ થયું છે. નિકાસ 3.9% ઘટીને 76,074 યુનિટ થઈ છે.
  3. Hero MotoCorp : જૂનમાં કુલ વેચાણ 15% ઘટીને 5.03 લાખ યુનિટ થયું છે. સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે 16% વધીને 4.91 લાખ યુનિટ થયું છે. વર્તમાન કારોબારી વર્ષમાં કંપની તેના પોર્ટફોલિયોને મિડ અને માસ સેગમેન્ટમાં નવી પ્રોડક્ટ્સ સાથે વિસ્તારશે. જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક બિઝનેસ વેચાણમાં 44%નો વધારો થયો છે. કંપનીએ નેપાળમાં વિસ્તરણ કર્યું છે. કોલંબિયા અને મેક્સિકોમાં વૃદ્ધિ નોંધાઈ છે અને ટર્કિશ માર્કેટમાં પ્રવેશ વધ્યો છે. જૂન 2024માં નિકાસ ઘટીને 12,032 યુનિટ થઈ હતી જે જૂન 2023માં 14,236 યુનિટ હતી.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ…

ભારતીયો વિશ્વના વિવિધ ભાગોમાં વેવ બનાવી રહ્યા છે. કોઈ રમતમાં નામ કમાઈ રહ્યું છે, તો કોઈ ધંધામાં. જેના કારણે તેને અલગ-અલગ…
ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો,…

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત…
IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *