T20 World Cup Final :અમિતાભ બચ્ચને ન જોઈ ભારત અને સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ, કારણ જણાવ્યું

T20 World Cup Final :અમિતાભ બચ્ચને ન જોઈ ભારત અને સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ, કારણ જણાવ્યું

T20 World Cup Final :અમિતાભ બચ્ચને ન જોઈ ભારત અને સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ, કારણ જણાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂનના રોજ આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી પોતાને નામ કરી છે. ભારતની આ ઐતિહાસિક જીત પર દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. બોલિવડ સ્ટાર સહિત સૌ કોઈ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામના પણ પાઠવી રહ્યા છે. બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ જોઈ નથી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું કે, ક્યાં કારણોસર તેમણે મચે જોઈ નથી.

આ જીતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે.

 

 

અમિતાભ બચ્ચને મેચ ન જોઈ

પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેમણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ એટલા માટે ન જોઈ કારણ કે, જ્યારે પણ તે મેચ જુએ છે તો ટીમ ઈન્ડિયા હારી જાય છે. લખ્યું વર્લ્ડ ચેમ્પિયન્સ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ 2024, ઉત્સાહ ભાવના અને આશંકાઓ બધું જ પૂર્ણ થયું. ટીવી જોઈ નથી જ્યારે હું મેચ જોવ છું ત્યારે હારી જઈએ છીએ.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરી શુભકામના પાઠવી

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીમ ઈન્ડિયાને જીતની શુભકામના પાઠવી છે અને લખ્યું ટીમ ઈન્ડિયાની સાથે એક જ સ્વરમાં આસું વહી રહ્યા છએ. વર્લ્ડ ચેમ્પિયન્સ ઈન્ડિયા,ભારત માતા કી જય, જય હિંદ જય હિંદ

 

 

બોલિવુડ સ્ટારે ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી

તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપ ટ્રોફી ઘરે લઈ આવ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓના આંખોમાં આસું જોવા મળ્યા હતા. બોલિવુડ સ્ટાર પણ પોતાના અંદાજમાં ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી રહ્યા છે. કાજોલ, અજય દેવગન, આયુષ્માન ખુરાના, સની દેઓલ, અનન્યા પાંડે, બોમન ઈરાની સહિત સ્ટારે ટીમ ઈન્ડિયાને શુભકામના આપતા અસલી ચેમ્પિયન બતાવી છે.

આ પણ વાંચો : T20 World Cup Final: જીતેલી મેચ હારી જતાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ થયા, જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *