IND vs SA Pitch Report: બાર્બાડોસની પીચનો કેવો રહેશે મિજાજ, કોને મળશે ફાયદો, જાણો

IND vs SA Pitch Report: બાર્બાડોસની પીચનો કેવો રહેશે મિજાજ, કોને મળશે ફાયદો, જાણો

IND vs SA Pitch Report: બાર્બાડોસની પીચનો કેવો રહેશે મિજાજ, કોને મળશે ફાયદો, જાણો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે એટલે કે શનિવારે સાંજે બાર્બાડોસમાં T20 વિશ્વકપ 2024ની ફાઈનલ મેચનો જંગ ખેલાનારો છે. T20 ના નવા બાદશાહ બનવા માટેના જંગને લઈ બંને ટીમો જબરદસ્ત ટક્કર આપશે. બંને ટીમો વિજય રથ પર સવાર થઈને અહીં પહોંચી છે. હવે ફાઈનલમાં જંગમાં પણ બંને ટીમો ટૂર્નામેન્ટમાં અજેય રહેવા માટે ટક્કર આપશે. ફાઈનલ મેચમાં વરસાદના વિઘ્નની પણ સંભાવનાઓ છે.

ચેમ્પિયન કોણ બનશે અને આ માટે પીચ કોને મદદ કરશે એ પણ જાણવું જરુરી છે. પીચ કેવી હશે અને અહીં T20 ક્રિકેટમાં અત્યાર સુધી કેવો રેકોર્ડ રહ્યો છે એ પણ જાણવું જરુરી છે. આ માટે પીચ રિપોર્ટથી લઈને મેદાન અંગેની જાણકારી પર કરીશું એક નજર.

કોને વધારે મદદ કરશે પીચ? જાણો

બાર્બાડોસની પીચનો અભ્યાસ બંને ટીમોએ કર્યો છે. બંને ટીમના ખેલાડી પીચ પર નજર કરતા અને તેનો ઝીણવટથી અભ્યાસ કરતી તસ્વીરો પણ સામે આવી હતી. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પણ પીચનો અભ્યાસ કર્યો હતો.

પીચની વાત કરવામાં આવે, બાર્બાડોસની પીસ સામાન્ય રીતે જ ઝડપી બોલર્સને મદદરુપ થનારી છે. જ્યારે સ્પીનરોને આ પીચ એટલી મદદરુપ નથી, જેટલી ઝડપી બોલરોને મદદ કરે છે. આ પીચ પર અત્યાર સુધીમાં ઝડપી બોલર 20.22ની સરેરાશ સાથે 59 વિકેટ ઝડપી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકા આમ પણ ત્રણ ઝડપી બોલર લઈને મેદાનમાં ઉતરે છે. આવી સ્થિતિમાં ટક્કર વધારે જામશે.

પીચ નંબર-4 પર થશે ટક્કર

T20 વિશ્વકપ ફાઈનલ મેચ બાર્બાડોસના કેંસિગ્ટન ઓવલની ચાર નંબરની પીચ પર રમાનારી છે. આ પીચ પર ભારતીય ટીમ માત્ર એક મેચ રમી ચૂક્યું છે. જે મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 181 રનનો સ્કોર ખડક્યો હતો.

આ પીચ પર ટૂર્નામેન્ટમાં નામીબિયા અને ઓમાન તથા સ્કોલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ મેચ રમાઈ હતી. જેમાં સ્કોટલેન્ડે ઈંગ્લેન્ડના સામે 10 ઓવરમાં જ 90 રન નોંધાવ્યા હતા. જોકે એ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. અહીં અત્યાર સુધીમાં 109 રનનો લોએસ્ટ સ્કોર નોંધાયેલો છે. જ્યારે 200 પ્લસ સ્કોર એક જ વાર નોંધાયો છે.

બાર્બાડોસના આંકડા અને રેકોર્ડ

  • રમાયેલ મેચઃ 32
  • પ્રથમ બેટિંગ કરતા જીતેલી મેચોઃ 19 (59.38%)
  • લક્ષ્યનો પીછો કરતા જીતેલી મેચોઃ 11 (34.38%)
  • ટોસ જીતીને જીત મેળવેલ મેચોઃ 19 (59.38%)
  • ટોસ હાર્યા પછી જીત મેળવેલ મેચોઃ 11 (34.38%)
  • સર્વોચ્ચ સ્કોરઃ 224:- 80
  • ટાર્ગેટ ચેઝ કરતા સર્વોચ્ચ સ્કોરઃ 172/6
  • પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોરઃ 153

વરસાદની સંભવાના

ક્રિકેટ ચાહકોની મજાને વરસાદનો ખલેલ પણ બગાડી શકે છે. બાર્બાડોસમાં વરસાદ વરસવાની આગાહી છે. એટલે કે ફાઈનલ મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. જોકે વરસાદની આવન જાવન સાથે મેચ રોકાઈને રમાઈ શકે છે. જોકે વરસાદને કારણે મેચ શનિવારે સંપૂર્ણ રમાઈ શકતી નથી તો, આ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે રવિવારે રિઝર્વ ડે પર ફાઈનલ મેચ પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો:  T20 World Cup Final 2024 : ભારત અને દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીઓની ટક્કર નક્કી કરશે ફાઈનલ વિજેતા!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *