T20 World Cup 2024: ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રદર્શન અને ‘બેડ લક’ અંગે કહી મોટી વાત

T20 World Cup 2024: ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રદર્શન અને ‘બેડ લક’ અંગે કહી મોટી વાત

T20 World Cup 2024: ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રદર્શન અને ‘બેડ લક’ અંગે કહી મોટી વાત

સાત મહિનાની રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયા પાસે ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. 19 નવેમ્બર 2023ના રોજ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ફરીથી ચેમ્પિયન બનવાની નજીક છે. આ વખતે મેચ T20 વર્લ્ડ કપની છે. ODI વર્લ્ડ કપની જેમ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક પણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે અચાનક જ ખરાબ લકથી બચવાની વાત કરી છે અને તેનું કારણ છે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી.

કોહલીને લઈ ટીમ મેનેજમેન્ટ ટેન્શનમાં?

ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે શાનદાર સિક્સ ફટકારી પરંતુ પછી મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બોલ્ડ થઈ ગયો. આ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યાં કોહલી ઓપનિંગમાં આવતાની સાથે જ ઝડપથી બેટિંગ કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો અને વિકેટો ગુમાવી રહ્યો હતો. સેમીફાઈનલમાં પણ કોહલી આવી જ રીતે આઉટ થયો હતો અને આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ કોહલીને લઈને ટેન્શનમાં છે?

કોહલીની બેટિંગ વિશે દ્રવિડે શું કહ્યું?

સેમીફાઈનલમાં ટીમની જીત બાદ કોચ રાહુલ દ્રવિડે આ પ્રશ્નનો વિગતવાર જવાબ આપ્યો અને જણાવ્યું કે કોહલીને તેના બેટમાંથી રન ન મળવા છતાં તે અને તેના સાથી ખેલાડીઓ શા માટે ચિંતિત નથી. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા દ્રવિડે કોહલીની બેટિંગનું વિશ્લેષણ કર્યું અને સ્વીકાર્યું કે જ્યારે પણ તે વધુ જોખમ લઈને બેટિંગ કરે છે ત્યારે ઘણી વખત તેને સફળતા મળતી નથી. તેણે કોહલી દ્વારા ફટકારેલી સિક્સરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે ટીમને સારી શરૂઆત અપાવી પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આગામી બોલમાં વધુ મૂવમેન્ટ જોવા મળી.

 

દ્રવિડે ખરાબ લક વિશે વાત કરી

કોહલીની પ્રશંસા કરતા દ્રવિડે કહ્યું કે તેને સ્ટાર બેટ્સમેનની રમવાની રીત અને તેનો ઈરાદો એટલે કે વલણ પસંદ છે કારણ કે તે આખી ટીમ માટે એક ઉદાહરણ બનાવે છે. અહીં જ દ્રવિડે ‘જિન્ક્સ’ એટલે કે ખરાબ લક વિશે વાત કરી અને કહ્યું કે તે કોઈ પણ પ્રકારનું બેડ લક લાદવા નથી માંગતો, પરંતુ તેને લાગે છે કે વિરાટ ફાઈનલમાં મોટી ઈનિંગ રમવા જઈ રહ્યો છે. તેણે વિરાટના સમર્પણ અને વલણની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે આ વર્લ્ડ કપનો હકદાર છે.

આ પણ વાંચો: IPLમાં કુલદીપ યાદવે બતાવી ચતુરાઈ, T20 વર્લ્ડ કપની ફાઈનલમાં તેની અસર જોવા મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *