Hyundai લાવવા જઈ રહી છે બે નવી કાર, આગામી થોડા મહિનામાં થશે લોન્ચ

Hyundai લાવવા જઈ રહી છે બે નવી કાર, આગામી થોડા મહિનામાં થશે લોન્ચ

Hyundai લાવવા જઈ રહી છે બે નવી કાર, આગામી થોડા મહિનામાં થશે લોન્ચ

Hyundai Motor India નવી Alcazar થ્રી-રો SUV લોન્ચ કરવા જઈ રહી છે. આ સિવાય ઇલેક્ટ્રિક ક્રેટા પણ લોન્ચ થવા જઈ રહી છે. બંને કાર આગામી કેટલાક મહિનામાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. 2024 અલકાઝર દિવાળીના તહેવારોની સીઝનની આસપાસ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે. જ્યારે Hyundai Creta EV થોડા મહિના પછી જાન્યુઆરી 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ પહેલા, ચાલો આ કારના ફીચર્સ જોઈએ…

હ્યુન્ડાઈ અલ્કાઝાર ફેસલિફ્ટ

અપડેટેડ અલ્કાઝરમાં ડિઝાઇનમાં કેટલાક ફેરફારો થશે, જેમાં હોરીઝોન્ટલ સ્લેટ્સ સાથે મોટી ફ્રન્ટ ગ્રિલ, લાઇટ બાર સાથે કનેક્ટ ડેરનિંગ લાઇટ્સ, નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સનો સમાવેશ થશે.

કારનું ડેશબોર્ડ લેઆઉટ Creta ફેસલિફ્ટ જેવું હશે. તેમાં 10.25-ઇંચની ડ્યુઅલ સ્ક્રીન હશે, જેમાંથી એક ઇન્ફોટેનમેન્ટ માટે અને બીજી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે હશે. આ સાથે કારમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ પણ ઉપલબ્ધ હશે.

નવા અલ્કાઝરના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તે 1.5 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે આવશે. પ્રથમ 160bhpનો પાવર અને 253Nmનો ટોર્ક જનરેટ કરશે. જ્યારે બીજો 116bhpનો પાવર અને 250Nmનો ટોર્ક જનરેટ કરશે.

Hyundai Creta EV

ઈલેક્ટ્રિક Hyundai Cretaનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. લોન્ચ થયા પછી, તે મારુતિ સુઝુકી EVX સાથે રેશ કરશે. તેના એન્ટ્રી લેવલ મોડલમાં 45kWh બેટરી પેક આપવામાં આવી શકે છે જે ફ્રન્ટ માઉન્ટ ઇલેક્ટ્રિક મોટર સાથે આવશે.

આ સેટઅપ 138bhpનો પાવર અને 255Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, તે 400 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. મારુતિની ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ તો, તે 48થી 60kWh સુધીના બેટરી પેક સાથે આવી શકે છે.

સલામતી માટે, ઇલેક્ટ્રિક એસયુવીમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા, ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, લેન કીપ આસિસ્ટ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

આ પણ વાંચો: Tata Motorsની અમુક ગાડીઓ 1 જુલાઈથી થશે મોંઘી, તમે જે ગાડી ખરીદવા જઈ રહ્યા છો તે તો નથીને આ લિસ્ટમાં ? જાણો ડિટેલ

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *