IND VS ENG: ફાઇનલમાં ઇન્ડિયાની એન્ટ્રી થતા રોહિત શર્મા થયા ભાવુક, આંસુ જોઇને વિરાટ કોહલીએ કર્યુ આ કામ, જુઓ Video
- GujaratOthers
- June 28, 2024
- No Comment
- 6
આખરે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઇ છે. ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. અપેક્ષા મુજબ તેણે ગુયાનામાં ઇંગ્લેન્ડ કરતાં વધુ સારી રીતે શક્તિનું પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટની ફાઇનલની ટિકિટ મેળવી લીધી.
જો કે જીત પછી શું થયું? રોહિત શર્મા કેમ રડવા લાગ્યો? ભારત-ઈંગ્લેન્ડની બીજી સેમીફાઈનલની સમાપ્તિ બાદ ગયાના મેદાન પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા સ્પષ્ટપણે ઈમોશનલ થતો જોઈ શકાય છે. તેની આંખો આંસુઓથી છલકાતી દેખાય છે.
એમાં કોઈ શંકા નથી કે ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયાએ જીતેલી ફાઈનલની ટિકિટનું ઘણું મહત્વ છે. આ માત્ર ફાઈનલની ટિકિટ નથી, ટીમ ઈન્ડિયાને વધુ એક તક મળી છે. રોહિત શર્માની કેપ્ટન્સીપમાં છેલ્લા 8 મહિનામાં ટીમ ઈન્ડિયા માટે ICC ઈવેન્ટની આ બીજી ફાઈનલ છે. ગયાનામાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રાહ ખતમ કરવા માટે ટીમ ઈન્ડિયાને વધુ એક તક મળી છે, જેનું મહત્વ રોહિત શર્મા સારી રીતે જાણે છે.
રોહિત શર્માનો રડતો વીડિયો વાયરલ થયો
જ્યારે તમે જાણો છો કે તમે જે હાંસલ કર્યું છે તેનો અર્થ ઘણું વધારે છે, ત્યારે ખુશીમાં થોડા લાગણીશીલ થવું સ્વાભાવિક છે. આવું જ કંઈક રોહિત શર્મા સાથે ગયાનામાં પણ થયું હતું. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કારણ કે તે જાણતો હતો કે તેનું સપનું અને તેની ટીમની રાહ પૂરી થવા જઈ રહી છે.
Rohit Sharma crying after the win, Virat Kohli cheering him up. #INDvENG pic.twitter.com/KlgyrCzvES
— S I D (@iMSIDPAK) June 27, 2024
તેને ICC ખિતાબ હાંસલ કરવાની વધુ એક તક મળી છે જે તેણે ગયા વર્ષે તેની કપ્તાની હેઠળ ગુમાવી હતી. આ બાબતો વિશે વિચારીને ભાવુક થતા રોહિતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિરાટે ભાવુક બની ગયેલા રોહિતને ચીયર કર્યો હતો
વીડિયોમાં રોહિત ડ્રેસિંગ રૂમ પાસે બેસીને રડતો જોઈ શકાય છે. આ સમય દરમિયાન રોહિત તેની આંસુ ભરેલી આંખો વારંવાર લૂછતો જોવા મળ્યો હતો. સારી વાત એ છે કે તે ટીમની ખુશી માટે આવું કરી રહ્યો હતો. રોહિત જ્યારે ભાવુક હતો ત્યારે તેની પાસેથી પસાર થતા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તેને ચીયર કર્યો હતો.
Rohit Sharma crying ??? pic.twitter.com/bbtRGTwNcK
— Jon | Michael | Tyrion (@tyrion_jon) June 27, 2024
આવુ કરનાર રોહિત પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 57 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ સાથે તે ICC નોક આઉટ ઈવેન્ટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બની ગયો છે.