ડાલામથ્થાનો આ વીડિયો જોઈ તમે હસવુ નહીં રોકી શકો, વનરાજાએ મૃત કાચબા સાથે કરી આવી હરકત- જુઓ Video

ડાલામથ્થાનો આ વીડિયો જોઈ તમે હસવુ નહીં રોકી શકો, વનરાજાએ મૃત કાચબા સાથે કરી આવી હરકત- જુઓ Video

ગુજરાતના ઘરેણા સમાન ગીરના સિંહના નોખા- અનોખા વીડિયો અવારનવાર સામે આવતા રહ્યા છે. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમા વનરાજા મૃત કાચબા સાથે રમી રહ્યા છે. ગીરના સાવજ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એ સમયે રસ્તામાં પડેલા મૃત કાચબા પર નજર પડી. બસ પછી તો મૃત કાચબાને જોઈને આ ડાલામથ્થાને એવુ તો કૌતુક થયુ કે તેને કાચબાને ઉલચપલચટ કરી અનેકવાર ચકાસ્યુ કે તે જીવત છે કે મરેલો છે. કાચબો મૃત્યુ પામેલો હતો પરંતુ સિંહને જાણે ખુદ પર વિશ્વાસ ન હોય અને ખાતરી કરવા માગતા હોય કે કાચબાને ઉપરનીચે કરીને તેને જગાડી રહ્યા હોય એવુ દૃશ્ય સામે આવ્યુ.

ખરાઈ કરી રહ્યો છે, કાચબો જીવિત છે કે મૃત!

કાચબાના મૃત શરીર સાથેની સિંહની આ ગડમથલ નજીક બેસેલી સિંહણ પણ ખૂબ જ ધીરજથી નિહાળી રહી હતી. આ વીડિયો દેવળિયા સફારી પાર્કનો છે. કોઈ પ્રવાસીની નજરે સિંહની હરકત સામે આવતા કેમેરામાં કેદ કરી છે. સામાન્ય રીતે સિંહ કે સિંહણ કાચબાનો શિકાર કરતા નથી પરંતુ આ વીડિયો સિંહની પ્રકૃતિથી વિપરીત છે. જો કે સિંહ કાચબાને જગાડવાનો પ્રયાસ કરતો હોય તેવુ વીડિયો પરથી લાગી રહ્યુ છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *