જુલાઈથી મોબાઈલ બીલ થશે વધુ મોંધા, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં કરાશે વધારો

જુલાઈથી મોબાઈલ બીલ થશે વધુ મોંધા, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં કરાશે વધારો

જુલાઈથી મોબાઈલ બીલ થશે વધુ મોંધા, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં કરાશે વધારો

સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે જુલાઈથી રેટ 15 થી 20% વધી શકે છે, જેના કારણે મોબાઈલનો ઉપયોગ મોંઘો થઈ જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે.

સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં વધારો થવાની સંભાવના

અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ટેરિફમાં વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેમાં જોવા મળી શકે છે. સ્પ્રેકટમ હરાજીમાં કંપનીઓએ 11,340 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે તેઓ ખર્ચ વસૂલવાનું શરૂ કરશે. હેડલાઇન ટેરિફમાં છેલ્લે ડિસેમ્બર 2021માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી કંપનીઓએ માત્ર તેમના બેઝ પેકમાં વધારો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી એરટેલ સૌથી પહેલા ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે.

કંપનીના શેર પર જોવા મળશે અસર

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. તેમના મતે ભારતી એરટેલનો શેર આવનારા સમયમાં 1534 રૂપિયાના લક્ષ્યાંકને ટક્કર આપી શકે છે. આવી જ સ્થિતિ રિલાયન્સના શેરમાં પણ જોવા મળશે. તે ટૂંક સમયમાં રૂ. 3512ના ટાર્ગેટ ભાવને સ્પર્શતો પણ જોવા મળશે.

સરકારે સ્પેક્ટ્રમની હરાજીથી કરી આટલા કરોડની કમાણી

સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. બીજા દિવસે બુધવારે જ્યારે હરાજી સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, તેના થોડા કલાકો પછી જ સમાપ્ત થઈ ગઈ હતી. આ બે દિવસીય હરાજીની પ્રક્રિયામાં, ભારતી એરટેલ સ્પેક્ટ્રમ ખરીદવામાં સૌથી આગળ રહી. તેણે કુલ રૂ. 6,856.76 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું.

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રૂ. 973.62 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી હતી. જ્યારે વોડાફોન આઈડિયાએ લગભગ રૂ. 3,510.4 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. એકંદરે, આ સ્પેક્ટ્રમની હરાજીમાંથી કુલ રૂ. 11,340.78 કરોડ સરકાર પાસે આવ્યા છે. સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી 96,238 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા હતી, પરંતુ તેને માત્ર 12 ટકા જ મળ્યા છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *