ઇન્ડિયા સિમેન્ટમાં 23% હિસ્સો ખરીદશે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની, શેરમાં મોટો ઉછાળો આવ્યો

ઇન્ડિયા સિમેન્ટમાં 23% હિસ્સો ખરીદશે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની, શેરમાં મોટો ઉછાળો આવ્યો

ઇન્ડિયા સિમેન્ટમાં 23% હિસ્સો ખરીદશે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની, શેરમાં મોટો ઉછાળો આવ્યો

દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની UltraTech Cement ને ndia Cementsમાં 23% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ઓફર હેઠળ અલ્ટ્રાટેક સિમેન્ટ્સ હવે ઈન્ડિયા સિમેન્ટના 7.06 કરોડ શેર પ્રતિ શેર રૂપિયા 267ના ભાવે ખરીદશે.

કંપની આ એક્વિઝિશન પર કુલ રૂપિયા 1,885 કરોડનો ખર્ચ કરશે. ગુરુવારે, અલ્ટ્રાટેક સિમેન્ટ્સનો સ્ટોક નિફ્ટીના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શેરોની યાદીમાં ટોચ પર હતો. આજે ઇન્ડિયા સિમેન્ટ્સના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે પ્રી-માર્કેટમાં ઈન્ડિયા સિમેન્ટ્સમાં પણ બ્લોક ટ્રેડ જોવા મળ્યો હતો. આ ટ્રાન્ઝેક્શનમાં 6 કરોડ એટલે કે 19.4% શેરની ડીલ થઈ હતી. આ બ્લોક ડીલ શેર દીઠ રૂપિયા 265ના ભાવે કરવામાં આવી હતી.

અલ્ટ્રાટેક સિમેન્ટ 152.7 MTPA ક્ષમતા સાથે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ કેસોરામનો બિઝનેસ પણ ₹7,600 કરોડમાં હસ્તગત કર્યો હતો. વર્તમાન ભાવે, ઈન્ડિયા સિમેન્ટ બિઝનેસ વર્ષ 2025 માટે 17 ગણા EBITDA ગુણાંક પર ટ્રેડિંગ કરી રહી છે. જ્યારે, વર્ષ 2026 હેઠળ બિઝનેસ 13.69 ગણો છે. સરખામણીમાં, અલ્ટ્રાટેકનો FY25 EV/EBITDA 20.8 ગણો અને FY26 માં 17.15 ગણો છે.

અલ્ટ્રાટેક સિમેન્ટનું શેરહોલ્ડિંગ

માર્ચ ક્વાર્ટર માટે ઇન્ડિયા સિમેન્ટ્સના શેરહોલ્ડિંગ અનુસાર, પ્રમોટર કંપનીમાં 28.42% હિસ્સો ધરાવે છે. જાહેર શેરધારકોની યાદીમાં, રાધાકિશન દામાણી, તેમના ભાઈ ગોપીકિશન દામાણી અને એન્ટિટી 25% હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ આ કંપનીમાં 4.67% હિસ્સો ધરાવે છે અને ELM પાર્ક ફંડ 5.58% હિસ્સો ધરાવે છે.

દક્ષિણ ભારતમાં વિસ્તરણની તૈયારીઓ

ઈન્ડિયા સિમેન્ટ્સ દક્ષિણ ભારતની સૌથી મોટી કંપની છે. આ કંપનીની એકીકૃત ક્ષમતા 15.5 MT છે. સિમેન્ટ ઉપરાંત આ કંપની શિપિંગનો બિઝનેસ પણ કરે છે. કંપનીએ તાજેતરમાં પરલી ખાતે સ્થિત 1.1 MTPA ક્ષમતાના ગ્રાઇન્ડીંગ યુનિટના અલ્ટ્રાટેક સિમેન્ટને ₹315 કરોડમાં વેચાણ કરવાની મંજૂરી આપી હતી. અદાણી સિમેન્ટ્સે દક્ષિણ ભારતની પેન્ના સિમેન્ટને હસ્તગત કર્યા પછી જ આ ખરીદી થઈ છે. પેન્ના સિમેન્ટને અદાણી ગ્રૂપે ₹10,422 કરોડમાં ખરીદી હતી.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *