Gandhinagar News : ગાંધીનગર GIDCમાં ગેરકાયદે દવા બનાવતી કંપની પર દરોડા, જુઓ Video

Gandhinagar News : ગાંધીનગર GIDCમાં ગેરકાયદે દવા બનાવતી કંપની પર દરોડા, જુઓ Video

ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. દવાનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીમાં મોટી માત્રામાં એજીસોમાઇસીન લખેલા ડ્રમ, ટોર્ચ પાઉડર, ખાલી કેપ્સ્યુઅલ અને એન્ટિબાયોટિક લેબલ મળ્યા છે.

4 કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોરધન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. લાયસન્સ વગરની કેપ્સ્યુઅલ બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે.કોઈ પણ ટેસ્ટિંગ વગર બારોબાર વેચાણ કરાતુ હતુ. દવાના મટિરિયલને લઈ સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર કંપનીમાં કોઈ પણ પ્રકારનો ટેક્નિકલ સ્ટાફ હાજર ન હતો. ટેસ્ટીગ વગર જ કાચા માલનું સીધુ વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. જો કે સમગ્ર બાબતે હાલ ફૂડ અને ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ હાથ ધરી છે.

( વીથ ઈનપુટ -હિમાંશુ પટેલ , ગાંધીનગર ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *