![IRCTC Tour Package : ફ્રેન્ડ સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ટુર પેકેજમાં સમય સાથે પૈસાની પણ બચત થશે](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199430-irctc-tour-package-147318312052039298544-631892173415-107376465305326927-907824.jpg)
IRCTC Tour Package : ફ્રેન્ડ સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ટુર પેકેજમાં સમય સાથે પૈસાની પણ બચત થશે
- GujaratOthers
- June 25, 2024
- No Comment
- 14
શું તમે પણ લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારી પાસે સમય પણ ખુબ ઓછો છે, તો જો તમારે ઓછા પૈસામાં લદ્દાખની યાદગાર સફર કરવી હોય તો આઈઆરસીટીસી તમારા માટે એક ટુર પેકેજ લઈને આવ્યું છે, (photo : tusktravel)
IRCTC પ્રવાસીઓ માટે દેશ અને વિદેશના ટુર પેકેજ શેર કરતું હોય છે. આઈઆરસીટીસીના કેટલાક પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો પણ લાભ આપવામાં આવે છે. તેમજ સ્થાનિક સ્થળો પર ફરવા માટે તમને સ્પેશિયલ ગાડી તેમજ ગાઈડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. (photo : linkedin)
આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થશે. આ લદ્દાખનું ટુર પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. આ પેકેજમાં શામ વેલી, લેહ, નુબ્રા, તુર્તુક અને પેંગોંગ સ્થળોને આવરી લેવામાં આવશે, આ ટુર પેકેજ 14 ઓગસ્ટથી શરુ થશે. આ ટુર પેકેજને મેજેસ્ટીક લદ્દાખ નામ આપવામાં આવ્યું છે, (photo : tusktravel)
હવે આપણે આ લદ્દાખના ટુર પેકેજની કિંમત વિશે વાત કરીએ તો આ પેકેજ અમદાવાદથી દિલ્હી સુધી ફ્લાઈટમાં જવાનું રહેશે. પેકેજની શરુઆત 42300 રુપિયાથી કરવામાં આવી રહી છે. (photo : tusktravel)
જો તમે પણ તમારા મિત્રો સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ પેકેજ શાનદાર છે. આઈઆરસીટીસીના ટુર પેકેજની વધુ માહિતી માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ મેળવી શકો છો. (photo : tusktravel)