Breaking News : અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી થઇ દોડતી, જુઓ Video

Breaking News : અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી થઇ દોડતી, જુઓ Video

અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, મળતી માહિતી મુજબ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઇલ મળ્યો હતો. ઈમેઇલ મળતા જ સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

સમગ્ર એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયુ

અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વહેલી સવારે ફરી એકવાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને કઈ જ માહિતી નથી ત્યારે હાલ સુરક્ષા એજન્સી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગુજરાતમાં લોકસભાના મતદાન સમયે મતકેન્દ્ર રાખવામાં  થોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો હતો. ત્યારે ફરી એકવાર આ ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મળતી માહિતી મુજબ આ અંગેનો મેઈલ એરપોર્ટ ડાયરેક્ટરના મેઈલ પર આવ્યો હતો. જે બાદ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *