પોલીસકર્મી કાયદો ઘોળીને પી ગયો ! અમદાવાદના નિકોલમાં સાગરીતો સાથે મળી પોલીસકર્મીએ કરી યુવકની હત્યા

પોલીસકર્મી કાયદો ઘોળીને પી ગયો ! અમદાવાદના નિકોલમાં સાગરીતો સાથે મળી પોલીસકર્મીએ કરી યુવકની હત્યા

પોલીસકર્મી કાયદો ઘોળીને પી ગયો ! અમદાવાદના નિકોલમાં સાગરીતો સાથે મળી પોલીસકર્મીએ કરી યુવકની હત્યા

અમદાવાદ શહેરમાં જાણે કે પોલીસની કોઈ ધાક જ નો હોય તેમ એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. પહેલા વેજલપુર, બાદમાં ગોમતીપુરમાં ડબલ મર્ડર અને હવે નિકોલમાં પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.  ખુલ્લા હથિયારો સાથે માથાકૂટ કરવાના કિસ્સાઓ થી પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આરોપી લલિત પટણી સાથે મહિલાના આડા સંબંધો

શહેરના નિકોલ વિસ્તારમા ગત્ત મોડી રાતે સરાજાહેર હત્યાનો ખૂની ખેલ ખેલાયો. પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નીપજાવી. મૃતક યુવક બાદલ પટણીના માસી સુરેખા પટણીના મુખ્ય આરોપી લલિત પટણી સાથે આડા સંબંધો હતા. જે આડા સંબંધમાં મૃતક બાદલ નડતરરૂપ રહેતો હતો. જેથી પોલીસકર્મી લલિત પટણીએ બાદલને ધમકી આપી ખસી જવા કહ્યું હતું.

નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

જોકે બાદલે તેની વાત ન માનતા 22 તરીખને શનિવારે સાંજે બાદલ પર તેના બે મિત્રો સાથે મળી જીવણ હુમલો કર્યો હતો. જે હુમલામાં બાદલનું ઘટના સ્થળે મૃત્યુ થયું તો બીજી તરફ સુરેખા પટણી પર પણ યુવકોએ હુમલો કર્યો હતો. જે અંગે કૃષ્ણનગર અને નિકોલ પોલીસ વચ્ચે હદના વિવાદ સર્જાયા બાદ આખરે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મહિલાઓને નાની રકમની લોન આપી રોજનુ વ્યાજ ઉઘરાવતો હતો આરોપી

નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પોલીસકર્મી લલિત પટણીની શોધખોળ હાથ ધરી છે. જે અમદાવાદના જી ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે, તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોલીસકર્મી વિરુદ્ધ યુવતીઓના શોષણના આક્ષેપ લગાવ્યા છે. જેમાં પોલીસકર્મી લલિત મહિલાઓને નાની રકમની લોન આપી રોજનુ વ્યાજ ઉઘરાવતો હતો અને જો કોઈ મહિલા વ્યાજ ન આપી શકે તો તેનું શારીરિક શોષણ પણ કરતો હતો. જોકે આ અંગે પોલીસને કોઈ ફરિયાદ ન મળી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.

બીજી તરફ ફરાર પોલીસકર્મી લલિતનો ગુનાહિત ઇતિહાસ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. હત્યાને અંજામ આપી પોલીસકર્મી લલિત અને તેના સાગરીતો ફરાર થઈ ચૂક્યા છે જેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આરોપીની ધરપકડ બાદ શું નવી હકીકત સામે આવે છે તે જુઓ મહત્વનું છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *