આ 11 કંપનીઓના IPO પર દાવ લગાવવાનો મોકો, જાણો પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો

આ 11 કંપનીઓના IPO પર દાવ લગાવવાનો મોકો, જાણો પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો

આ 11 કંપનીઓના IPO પર દાવ લગાવવાનો મોકો, જાણો પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો

આ સપ્તાહે પણ પ્રાઇમરી માર્કેટ ધમધમતું રહેશે. રોકાણકારોને 11 કંપનીઓના IPO પર દાવ લગાવવાની તક મળશે. આ કંપનીઓની યાદીમાં Allied Blenders and Distillers IPO પણ સામેલ છે. આમાં ઘણી SME કંપનીઓ પણ છે. ત્યારે આ લેખમાં તમામ IPOની પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો વિશે જાણીશું.

Vraj Iron and Steel

આ IPO 26મી જૂને ખુલશે. રોકાણકારોને 28 જૂન સુધી દાવ લગાવવાની તક મળશે. કંપનીએ શેર દીઠ રૂ. 195 થી રૂ. 207ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ HDFC બેંક પાસેથી 70 કરોડ રૂપિયાની લોન લીધી છે.

Allied Blenders and Distillers IPO

કંપની IPO દ્વારા 1500 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે. IPO 25 જૂને ખુલશે. તો રોકાણકારોને 27 જૂન સુધી દાવ લગાવવાની તક મળશે. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Stanley Lifestyles IPO

આ IPO પ્રાઇમરી માર્કેટમાં ખુલ્યો છે. કંપનીનો IPO 25 જૂન સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 351 થી 369 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

EnNutrica IPO

આ IPO 20 જૂને ખોલવામાં આવ્યો હતો. રોકાણકારો 24 જૂન સુધી કંપનીના IPO પર દાવ લગાવી શકશે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 51 થી 54 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે, આ IPOનું લિસ્ટિંગ BSE SMEમાં થશે.

Medicamen Organics IPO

કંપની IPO દ્વારા 10.54 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપની IPO દ્વારા 31 લાખ નવા શેર ઇશ્યૂ કરશે. IPO 21 જૂને ખુલ્યો હતો. રોકાણકારો 25 જૂન સુધી દાવ લગાવી શકશે. તમને જણાવી દઈએ કે, પ્રાઇસ બેન્ડ 32 થી 34 રૂપિયા પ્રતિ શેર છે.

Winny Immigration IPO

કંપનીનો IPO 20 જૂને ખુલ્યો હતો. તો રોકાણકારો 24 સુધી દાવ લગાવી શકશે. કંપનીએ IPO માટે 140 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, એક લોટ 1000 શેરનો છે.

Visaman Global Sales IPO

આ IPO આવતીકાલે એટલે કે 24મી જૂને ખુલશે. રોકાણકારો પાસે 26 જૂન સુધી દાવ લગાવવાનો સમય હશે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 43 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે, એક લોટ 3000 શેરનો છે.

Akiko Global Services Limited IPO

આ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 73 થી રૂ. 77 છે. IPO 25 જૂને ખુલશે. રોકાણકારોને 27 જૂન સુધી દાવ લગાવવાની તક મળશે. તમને જણાવી દઈએ કે, IPOનું કદ 23.11 કરોડ રૂપિયા છે.

Divine Power IPO

આ IPOનું કદ રૂ. 22.76 કરોડ છે. કંપની IPO દ્વારા 56.9 લાખ શેર ઇશ્યૂ કરશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 36 થી 40 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે, IPO 25 જૂનથી 27 જૂન સુધી ખુલશે.

Petro Carbon and Chemicals IPO

આ IPOની પ્રાઇસ બેન્ડ 162 થી 171 રૂપિયા પ્રતિ શેર છે. 800 શેરનો એક લોટ છે. તમને જણાવી દઈએ કે, રોકાણકારો IPO પર 25 જૂનથી 27 જૂન સુધી દાવ લગાવી શકશે.

Diensten Tech IPO

આ IPO 26 જૂનથી 28 જૂન સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે રૂ. 95 થી રૂ. 100ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOની લોટ સાઈઝ 1200 શેર છે.

નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *