દાદરાનગર હવેલીની કંપનીમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબુ મેળવાયો, લાખોના નુકસાનનો અંદાજ, જુઓ વીડિયો
- GujaratOthers
- June 23, 2024
- No Comment
- 13
વલસાડ : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની કંપનીમાં લાગેલી બિશન આગ ઉપર આખરે કાબુ મેળવી લેવાયો છે. આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી.
સૂત્રો અનુસાર નરોલીની કંપનીમાં લાગેલી આગ કલાકો બાદ કાબુમાં આવી હતી. પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગની ઘટના બની હતી જેના પર કાબૂ મેળવવાના સ્થાનિકોના પ્રયાસ સફળ ન રહેતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયું હતું.
4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેમણે કલાકોની મહેનત અને ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કંપનીમાં આગ લગતા ભારે ભાગદોડ સર્જાઇ હતી. એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાડા મજરેપડતા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી.
Input Credit : Akshay kadam – Valsad
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો