ગુજરાતના વિદ્યાર્થીઓને લાગ્યો વિદેશી ડ્રગ્સનો ચસ્કો ! રમકડાં અને પાર્સલની આડમાં હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ

ગુજરાતના વિદ્યાર્થીઓને લાગ્યો વિદેશી ડ્રગ્સનો ચસ્કો ! રમકડાં અને પાર્સલની આડમાં હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ

ગુજરાતના વિદ્યાર્થીઓને લાગ્યો વિદેશી ડ્રગ્સનો ચસ્કો ! રમકડાં અને પાર્સલની આડમાં હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ

ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલ માંથી ડ્રગસ મળવાનો સિલસિલો હજી પણ યથાવત છે. ગત મહિનામાં પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ શોધી પાડ્યું હતું, જેની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જોકે કેસની તપાસમાં બાળકો ડ્રગ્સ મંગાવતા હોવાનો ચોકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે.

બાળકોના કાઉન્સિલિંગ કરતા અનેક ડ્રગ પેડલરની માહિતીઓ મળી આવી છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલ માંથી વધુ ત્રણ કરોડથી વધુનો ગાંજાનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે.

અમદાવાદમાં ગત તારીખ 31 જૂનના રોજ ફોરેન પોસ્ટ ઓફિસ માંથી ગાંજાનું પાર્સલ મળી આવ્યું હતું જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેસની તપાસમાં સામે આવ્યું કે ગુજરાતના અલગ અલગ જગ્યાઓથી સ્કૂલ અને કોલેજના બાળકો દ્વારા વિદેશથી હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 16 થી 17 સ્કૂલ તેમજ કોલેજના બાળકોની કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને જેના આધારે ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી હાથ લાગી છે.

બાળકોના કાઉન્સિલિંગ દરમિયાન સામે આવ્યું કે ફોરેન પોસ્ટ ઓફિસમાં હજી પણ અનેક પાર્સલો છે કે જેમાં હાઇબ્રીડ ગાંજો પાર્સલ તરીકે ફોરેનથી આવ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા સ્નિફર ડોગની મદદથી ગાંજાના પેકેટ પકડી પાડ્યા હતા. પોસ્ટ ઓફિસમાં રહેલા 58 જેટલા પાર્સલમાં ગાંજો મળી આવ્યો છે. અલગ અલગ પાર્સલો માંથી 11.601 ગ્રામ ગાંજો તેમજ 8.8 ml ની 60 બોટલો લિક્વિડ ફોર્મમાં ગાંજો મળી આવ્યો છે. આ તમામ મુદ્દામાલની કિંમત 3.48 કરોડથી પણ વધુ થવા જઈ રહી છે.

ક્યાંથી અને કઈ રીતે આવતો ગાંજો

સમગ્ર કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના નબીરાઓ દ્વારા વિદેશથી હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવી રહ્યો છે. પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલોમાં મોટા ભાગે યુકે, યુએસ અને કેનેડાથી આવ્યા છે. તમામ પાર્સલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ડિલિવરી થવાના હતા.

નબીરાઓ પાંચ જેટલા હાઈ પ્રોફાઈલ પેડલરોના સંપર્કમાં હતા

મોટાભાગે ગાંજોનો જથ્થો બાળકોના રમકડા, બાળકોના ડાયપર, ટીથર ટોય, લેડીઝ બેગ, સ્પાઇડરમેન બોલ, સ્ટોરી બુક, રમકડાનું જેટ વિમાન, રમકડાના ટ્રક, રમકડાની ટુલકીટ, ફોટો ફ્રેમ, ચોકલેટ, જેકેટ, લંચ બોક્સ, વિટામીન કેન્ડી, સ્પીકર અને એન્ટીક બેગ સહિતની વસ્તુઓમાં પાર્સલ કરવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે ગુજરાતના નબીરાઓ મુખ્યત્વે અલગ અલગ પાંચ જેટલા હાઈ પ્રોફાઈલ પેડલરોના સંપર્કમાં હતા અને વિદેશથી ડાર્ક વેબ તેમજ સોશિયલ મીડિયા થકી હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવતો હતો. મુખ્યત્વે આ પાંચ પેડલરો અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલોર થી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે.

પોસ્ટમાંથી કઈ રીતે પાર્સલ જે તે જગ્યાઓ પર પહોચતું

વિદેશથી મંગાવેલા હાઈબ્રેટ ગાંજાની ચુકવણી ક્રિપ્ટો કરન્સીમાં થતી હોવાનું પણ સામે આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિએ પાર્સલ મંગાવ્યું હોય ત્યારે તેના ટ્રેકિંગ આઈડી ઉપરથી ડિલિવરી બોયનો નંબર મળતો હોય છે, જેના આધારે પાર્સલ મંગાવનાર વ્યક્તિ ડીલીવરી બોયને ફોન કરી પોતાના એડ્રેસથી અન્ય જગ્યા ઉપર તેને પાર્સલ ડિલિવરી કરવા માટે જણાવી પાર્સલ મેળવતો હતો.

હાલ તો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અને બાળકોના કાઉન્સિલિંગ માંથી વિદેશથી આવતા પાર્સલો માંથી ગાંજો પકડી પડાયો છે, પરંતુ આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે. કેમકે જે રીતે ગાંજાનો પ્રમાણ વધી રહ્યું છે નબીરાઓ જે રીતે ખૂબ ઊંચી કિંમતનો ગાંજો મંગાવવામાં આવી રહ્યો છે જે સમાજ માટે પણ એક ચેતવણી રૂપ કિસ્સો બની ચૂક્યો છે.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *