સુરત : SOG એ બાંગ્લાદેશી ઘુષણખોરને ઝડપી પાડ્યો, હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજ બનાવવામાં પણ સફળ રહ્યો હતો

સુરત : SOG એ બાંગ્લાદેશી ઘુષણખોરને ઝડપી પાડ્યો, હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજ બનાવવામાં પણ સફળ રહ્યો હતો

સુરત : SOG એ બાંગ્લાદેશી ઘુષણખોરને ઝડપી પાડ્યો, હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજ બનાવવામાં પણ સફળ રહ્યો હતો

સુરત: SOGએ બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર આ શખ્શએ હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા . જે ગેરકાયદેસરરીતે ભારતમાં રહેતો હતો. તેની પ્રવૃત્તિઓ અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

નોંધીય છે કે આરોપીએ બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને LC પણ બનાવી લેતા સરકારી વિભાગોની કામગીરી સામે પંપ્રશ્નાર્થ ઉભા થયા છે. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે વર્ષ 2020માં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો. બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને તેણે ગેરકાયદે ભારતમાં ઘુષણખોરી કરી હતી.

પશ્ચિમ બંગાળના નદીયામાં જઇ બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. વર્ષ 2021થી 2023 સુધી કતારના દોહામાં શ્રમિક તરીકે કામ કર્યા બાદ સુરત ખાતે આવીને પણ બાંધકામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આ ઘુષણખોર સાથે અન્ય કોઈ વ્યક્તિઓ પણ ગેરકાયદેસર ગુજરાતમાં આવ્યા છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *