Breaking News : દિલ્હીના CM કેજરીવાલને હજુ પણ રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન પર લગાવી રોક, જુઓ-Video

Breaking News : દિલ્હીના CM કેજરીવાલને હજુ પણ રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન પર લગાવી રોક, જુઓ-Video

Breaking News : દિલ્હીના CM કેજરીવાલને હજુ પણ રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન પર લગાવી રોક, જુઓ-Video

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર હાલ પૂરતી રોક લગાવામાં આવી છે આથી કેજરીવાલ હાલ જેલની બહાર નહીં નિકળી શકે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ગઈ કાલે એટલે કે ગુરુવારે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન મંજૂર કર્યા હતા, પરંતુ આજે કેજરીવાલના જામીન સામે ED હાઈકોર્ટ પહોંચી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. હાઈકોર્ટે ઈડીની અરજી સ્વીકારી હતી. EDએ 21 માર્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેજરીવાલ આજે તિહારમાંથી બહાર આવશે તેવી ચર્ચા હતી પરંતુ તે પહેલા ED હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી.

દિલ્હી હાઈકોર્ટમાં EDએ શું કહ્યું?

EDનું પ્રતિનિધિત્વ કરતા ASG SV રાજુએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ અપલોડ કરવામાં આવ્યો નથી અને શરતો અજાણ છે. ASG રાજુએ કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરવાની પૂરી તક આપવામાં આવી નથી. ASG SV રાજુએ હાઈકોર્ટને આદેશ પર સ્ટે આપવા અને કેસની વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી.

કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું

સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. 2 જૂને તેણે સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિ પહેલા અરવિંદ કેજરીવાલે એક વખત સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે કોર્ટને તેમની વચગાળાની જામીન સાત દિવસ માટે લંબાવવાની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે કેજરીવાલની અપીલ ફગાવી દીધી હતી.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *