Ahmedabad Video : 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, 18 ગજરાજ અને 18 ભજન મંડળી જોડાશે

Ahmedabad Video : 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, 18 ગજરાજ અને 18 ભજન મંડળી જોડાશે

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે અષાઢી બીજ 7 જુલાઈના રોજ છે. આ દિવસ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઠેર – ઠેર નીકળતી હોય છે.  ત્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે.

ભવ્ય જળયાત્રાનું કરાયુ આયોજન

રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  અમદાવાદમાં 22મી જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રા માટે ખાસ 108 કળશના રંગ રોગાન કરાયુ છે. તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યુ છે. 22મી જૂને એટલે કે જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 18 ગજરાજ અને 18થી વધારે ભજનમંડળીઓ જોડાશે. ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રા યોજવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *