Anand Video : બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, દેશની જુદી-જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટ ઝડપાઈ

Anand Video : બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, દેશની જુદી-જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટ ઝડપાઈ

એક તરફ સમગ્ર દેશમાં NEETના પરિણામને લઇને આખા દેશમાં મુદ્દો ઉછળી રહ્યો છે. બીજી તરફ ગુજરાતના આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર ગુજરાત નહીં, આરોપી પાસેથી દેશના અનેક રાજ્યની નકલી માર્કશીટ મળી આવી છે.

દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા છે.જેમાં આરોપીની ઓફિસમાંથી જુદી-જુદી યુનિવર્સિટીના નકલી પ્રમાણપત્રો મળી આવ્યા છે.

90થી વધારે નકલી માર્કશીટ પકડાઈ

જેમાં ન્યુ દિલ્હી સ્કુલ બોર્ડના- 10, SPUના- 34, મહારાષ્ટ્ર બોર્ડના- 06, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના- 02, બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટી, લોનેર, મહારાષ્ટ્રના- 09, MSU , વડોદરાના- 13, પંજાબ બોર્ડના- 03, હરિયાણા બોર્ડના- 05, કુરૂક્ષેત્ર યુનીવર્સીટીહરિયાણા- 6, હરિયાણા સ્ટેટ બોર્ડના-01, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કુલ, યમુનાનગર, દિલ્હીના- 1 માર્કશીટ મળી છે. માર્કશીટ કૌભાંડમાં કુલ 90 સર્ટિફિકેટ મળી આવ્યા. આ ઉપરાંત વિદેશ જવા ઈચ્છતા લોકો કે જેમની પાસે અભ્યાસનું સર્ટિ ન હોય તેની પાસેથી 2-2 લાખ રૂપિયા લઈને આરોપી નકલી સર્ટિફિકેટ આપતો હતો.પોલીસે આરોપીની ઓફિસમાંથી એક લેપટોપ બે મોબાઇલ મળી કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી ઝડપાયો

અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા એક આરોપીને આણંદ પોલીસે પકડ્યો છે. વિદ્યાનગર રોડ ઉપર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે 402મા એસ.પી.સ્ટડી પ્લાનર LLP નામની ઓવરસીઝમા અમદાવાદના સિધ્ધીક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપતો હતો.

                                                                                                     ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *