Share Market Opening Bell : શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 77554 પર ખુલ્યો

Share Market Opening Bell : શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 77554 પર ખુલ્યો

Share Market Opening Bell : શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 77554 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. આજે વીકલી એક્સપાયરીએ સેન્સેક્સ 0.28 ટકા જયારે નિફટી 70 અંક વધારા સાથે ખુલ્યો હતો.

Stock Market Opening (20 June 2024)

  • SENSEX  : 77,554.83  +217.23 
  • NIFTY      : 23,586.15  +70.15 

ભારતીય શેરબજારોમાં આજે ગુરુવારે 20 જૂન 2024 ના રોજ વીકલી એક્સપાયરી છે. બુધવારે બજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે, બેન્ક નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયો હતો.

વૈશ્વિક બજારના સંકેત

આજના ટ્રિગર્સની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે 23500ની ઉપર જઈ રહ્યો હતો. ગઈ કાલે Juneteenthને કારણે અમેરિકન બજારો બંધ રહ્યા હતા. અમેરિકન વાયદા બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોમાંથી સ્થિર સંકેતો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે રજા હતી. ચીનમાં લોન પ્રાઇમ રેટ અંગે નિર્ણયની રોકાણકાર રાહ જોઈ રહ્યા છે. યુરોપમાં મિશ્ર  કારોબાર રહ્યો હતો. યુકેમાં મે CPI 2% હોવાનો અંદાજ છે. આજે બેંક ઓફ ઈંગ્લેન્ડ પોલિસી જાહેર થશે જેમાં દર 5.25% પર સ્થિર રહેવાની ધારણા છે. મોટાભાગના નિષ્ણાતો ઓગસ્ટ પોલિસીમાં રેટ કટની આગાહી કરી રહ્યા છે.

F&O સંકેત

નિફ્ટી પુટ કોલ રેશિયો 19 જૂને અગાઉના સત્રની સરખામણીમાં 1.26 થી ઘટીને 1.1 થયો છે. ચંબલ ફર્ટિલાઈઝર, કોરોમંડલ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, જીએમઆર ઈન્ફ્રા, કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં લાંબા બિલ્ડ અપ જોવા મળ્યા છે.

જીએનએફસી, સિપ્લા, એક્સાઈડ, ડિક્સન, જેકે સિમેન્ટ, ઈન્ડિયા સિમેન્ટ, ટીવીએસ મોટર અને એપોલો ટાયરમાં લોન્ગ અનવાઈન્ડીંગ જોવા મળી છે.

ઇન્ડસ ટાવર, ગ્રાસિમ, કેન ફિન હોમ્સ, ફેડરલ બેન્ક, ટાઇટન, આઇપીસીએ લેબ અને કોનકોરમાં શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું હતું.જ્યારે સન ટીવી, ભારત ફોર્જ, કોફોર્જ, જિંદાલ સ્ટીલ, OFSSમાં શોર્ટ કવરિંગ નોંધાયું છે.

આ અહેવાલ સ્ટોકના પર્ફોમન્સને અસર કરશે

આજે ઘણા શેર ચર્ચામાં છે.  PNB હાઉસિંગ ફાઇનાન્સમાં આજે મોટા બ્લોક ડીલ્સ જોવા મળી શકે છે. સોમ ડિસ્ટિલરીઝની સહયોગી કંપની સામે MPમાં કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ અને બ્લુ ડાર્ટે બિઝનેસ સંબંધિત કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

બુધવારે ટ્રાઈએ એપ્રિલ મહિનાના આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ એપ્રિલમાં RJIOએ 26.9 લાખ ગ્રાહકો ઉમેર્યા છે જ્યારે VIએ એપ્રિલમાં 7.35 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. એરટેલે એપ્રિલમાં 7.52 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે.

આ સિવાય ઈન્ડિયન ઓઈલના સંયુક્ત સાહસના પણ સમાચાર છે. બુધવારે સેફાયર ફૂડ્સે શેરબજારને શેર વિભાજન અંગે માહિતી આપી હતી.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *