શરાબ બનાવતી કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરાયું, આજે સ્ટોક પર નજર રાખજો

શરાબ બનાવતી કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરાયું, આજે સ્ટોક પર નજર રાખજો

શરાબ બનાવતી કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરાયું, આજે સ્ટોક પર નજર રાખજો

શરાબ બનાવતી કંપની Som Distilleries માટે ખરાબ સમાચાર છે. મધ્યપ્રદેશ સરકારે સગીર પાસે દારૂ બનાવવાના મામલે કડક કાર્યવાહી કરી છે. રાજ્યની મોહન સરકારે બાળ મજૂરી કેસમાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

ગયા અઠવાડિયે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી દારૂની ભઠ્ઠીમાં કામ કરતા કુલ 58 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. આજે તે 1 ટકા ઘટીને રૂપિયા 115 પર બંધ થયો હતો.

58 બાળ મજૂરોને મુક્ત કરાયા હતા

તમને જણાવી દઈએ કે શનિવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ બચપન બચાવો આંદોલન (BBA) સાથે મળીને સોમ ડિસ્ટિલરીઝ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ પછી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી દારૂની ભઠ્ઠીઓમાં કામ કરતા કુલ 58 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. જે 58 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા તેમાં 19 છોકરીઓ અને 39 છોકરાઓનો સમાવેશ થાય છે. એમ્પ્લોયર આ બાળકોને દરરોજ સ્કૂલ બસમાં મોકલતા હતા અને તેમને 12-14 કલાક કામ કરાવવામાં આવતા હતા.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. આ પછી કાર્યવાહીના ભાગરૂપે જિલ્લા આબકારી અધિકારી, 3 આબકારી એસઆઈ અને એક લેબર ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. SOM ડિસ્ટિલરીઝ અને બ્રુઅરીઝ એ ISO પ્રમાણિત કંપનીઓનું એક ગ્રુપ છે જે બીયર, IMFL અને રેડી-ટુ-ડ્રિંક બેવરેજનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.

શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

છેલ્લા 2 દિવસથી આ સ્ટૉકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે આ શેર રૂપિયા 125 પર હતો. આ અઠવાડિયે મંગળવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ઈન્ટ્રાડે 16% ઘટીને રૂપિયા 105 પર આવી ગયો હતો. જોકે, તે રૂપિયા117 પર બંધ રહ્યો હતો. બુધવારે આ શેર ઈન્ટ્રાડે રૂ. 115 પર લપસીને રૂ. 116 પર બંધ થયો હતો. લાયસન્સ સસ્પેન્ડ થવું એ ખૂબ જ નકારાત્મક સમાચાર છે. આવી સ્થિતિમાં જ્યારે ગુરુવારે બજાર ખુલશે ત્યારે આ સ્ટૉકમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *