અમદાવાદમાં નકલી ચલણી નોટ વડે હિસ્ટ્રીશિટર ચલાવવાનો હતો ડ્રગ્સનો કારોબાર, CID એ કર્યો પ્લાન ફેલ, જાણો કઈ રીતે

અમદાવાદમાં નકલી ચલણી નોટ વડે હિસ્ટ્રીશિટર ચલાવવાનો હતો ડ્રગ્સનો કારોબાર, CID એ કર્યો પ્લાન ફેલ, જાણો કઈ રીતે

અમદાવાદમાં નકલી ચલણી નોટ વડે હિસ્ટ્રીશિટર ચલાવવાનો હતો ડ્રગ્સનો કારોબાર, CID એ કર્યો પ્લાન ફેલ, જાણો કઈ રીતે

અમદાવાદમાં નકલીનોટ પકડવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. ચોથો આરોપી કે જે નકલી નોટ રિસીવ કરવાનો હતો તે અમદાવાદના જુહાપુરાનો ડ્રગ્સ પેડલર નીકળ્યો.

સીઆઇડી ક્રાઈમ દ્વારા ડુપ્લીકેટ નોટ પકડવાના કેસમાં નકલી નોટ રિસિવ કરનાર મોઈન સૈયદની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ પર છે. આરોપી મોઇન જુહાપુરાનો ડ્રગ્સ પેડલર છે અને તેની પૂછપરછમાં ખુલાસો થયા છે કે તેની પાસે MD ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને છૂટ્ટા રૂપિયામાં નકલી નોટો આપવાનો પ્લાન હતો. જેના માટે આરોપી મોઇન એ અગાઉ પકડાયેલ આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી પાસેથી નકલી નોટ મગાવી હતી.

નકલી નોટ સામે 5 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા

જેમાં 15 લાખ રૂપિયાની નકલી નોટ સામે 5 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા. નોંધનીય છે કે અગાઉ પકડાયેલ આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી, અનિલ કુમાર ધોબી અને કાલુરામ મેધવાલ ત્રણેય આરોપી 15.30 લાખની કિંમતની ચલણી નોટ લઈ ને અમદાવાદના જુહાપુરામા આપવા જતા જ સીઆઇડી ક્રાઈમ પકડી લીધા હતા.

પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે અગાઉ પકડાયેલ આરોપી સતીષ, અનિલ અને કાલુરામ રાજસ્થાન – મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ભવાનીમંડી માં મકાન ભાડે રાખ્યું હતું. જે મકાનમાં હાઈ રીઝોલેશન વાળું પ્રિન્ટિંગ મશીન ઉપયોગ કરી ને રૂપિયા 100, 200 અને 500 ની ચલણી નોટ છાપતા હતા. જ્યાં સીઆઈડી ક્રાઇમએ ઘરમાં સર્ચ કરીને પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જોકે આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી અગાઉ લાખો રૂપિયાની નકલી ચલણી નોટો છાપીને બજારમાં ફેરવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી સતીષ કુમાર વિરુદ્ધ રાજસ્થાનમા નકલી ચલણી નોટ હેરાફેરી કેસમાં બે વખત ગુનો નોંધીને ધરપકડ થઈ ચૂકી છે.

નકલી નોટ રીસીવ કરનાર મોઇન સૈયદ રાજસ્થાન પ્રતાગગઢ નજીક ડ્રગ્સનો જથ્થો લેવા જતો તે સમયે આરોપી સતીષ કુમાર સાથે સંપર્ક થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

રિસીવ કરનાર મોઇન ઉર્ફે બાપુ સૈયદ હિસ્ટ્રીશિટર

નકલી નોટ રિસીવ કરનાર મોઇન ઉર્ફે બાપુ સૈયદ હિસ્ટ્રીશિટર છે. જેના વિરુદ્ધમાં 14 થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. નકલી નોટ બજારમાં ફરતી કરવા માટે ડ્રગ્સ નશો કરનારા નકલી નોટ પધરાવવા માટે પ્લાન ઘડ્યો હતો પણ સીઆઇડી ક્રાઈમએ નકલી નોટની હેરાફેરી નેટવર્ક પર્દાફાશ કર્યો છે.

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *