T20 World Cup 2024 માં ભાગ લેનાર તમામ ટીમના રાષ્ટ્ર ધ્વજ સુરતમાં તૈયાર કરાયા, પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરી ધ્વજ બનાવાયા, જુઓ વીડિયો

T20 World Cup 2024 માં ભાગ લેનાર તમામ ટીમના રાષ્ટ્ર ધ્વજ સુરતમાં તૈયાર કરાયા, પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરી ધ્વજ બનાવાયા, જુઓ વીડિયો

સુરત : હાલમાં T20 વિશ્વ કપ રમાઈ રહ્યો છે. ટુર્નામેન્ટ સુપર 8 સ્ટેજ સુધી પહોંચી છે ત્યારે ક્રિકેટપ્રેમીઓનો જુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. મેચ શરૂ થતા પહેલા બંને ટીમના રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્ર ગીતનું પઠન કરવામાં આવે છે. આપણે જાણીને ગર્વ થશે કે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમના રાષ્ટ્ર ધ્વજ સુરતમાં તૈયાર કરાયા છે.

સુરતની કંપની દ્વારા પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલ કરી 20 દેશોના રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા છે. આ તમામ રાષ્ટ્રધ્વજ વિશાળકાય બનાવવામાં આવ્યા છે.વલ્ડકપ ટુર્નામેન્ટમાં મેચ શરૂ થતા પહેલા જ્યારે બંને ટીમોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે આ વિશાળકાય ધ્વજ લઈને વોલેન્ટિયરસ્ ઉભા રહે છે. આ 20 ધ્વજનું વજન 3500 કિલો છે જયારે ધ્વજને 100 ટકા પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા છે.

સુરતની કંપનીએ કુરિયર કંપનીના માધ્યમથી આ ધ્વજ પહોંચાડ્યા હતા. આ વિશાલ ધ્વજનો આકાર 35 મીટર X 20 મીટર છે. ધ્વજ બનાવવા માટે રિસાયકલ યાર્ન અને પોલિસ્ટર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રમતમાં ભાગ લેનાર ટીમના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર કાનપુરની કંપનીને મળ્યો હતો.

કાનપુરની કંપનીએ જોબવર્ક માટે સુરતની કંપનીને કામ સોંપ્યું હતું. એક માસમાં 100 જેટલા કર્મચારીઓએ 24 કલાક મહેનત કરી તેને તૈયાર કર્યા છે. 11000 પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ રિસાયકલ રો મટીરીયલ માટે કરાયો છે.

આ પણ વાંચો : BEL Recruitment 2024 : ભારત સરકારની કંપનીમાં નોકરી કરવાની મળશે તક, આ રીતે કરો અરજી

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *