Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ

Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ

રાજકોટના માલવિયાનગર રેલવે ફાટકમાં પાસે મોટી દુર્ઘટના ટળી છે. 18 જુનના રોજ રાત્રે રેલવે માલવિયાનગર પાસે ટ્રેન આવી ગઈ છતા ફાટક બંધ કરવામાં આવ્યો ન હતો. વાહનચાલકોની અવરજવર પણ ટ્રેનના પાટા પરથી સતત ચાલુ જ હતી. અચાનક જ ટ્રેન આવી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

રાજકોટ માલવિયાનગર રેલવે ફાટકમાં 18 જુને એક મોટી દુર્ઘટના થતા ટળી છે. રેલવે ફાટક ખુલ્લો જ હતો. વાહનચાલકોની અવર જવર પણ ચાલુ હતી અને અચાનક જ ટ્રેન આવી ગઇ હતી. જો કે ટ્રેનના લોકો પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેનને ધીમી પાડી હતી. ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હોવાની માહિતી સામે આવી છે.

રેલવે કર્મચારી ફરજ પર સુઈ ગયો હોવાનો લોકોનો આક્ષેપ છે. વીડિયો વાયરલ થતા રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાટકના ગાર્ડ સુમિત કુમારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે DRM દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર  કોણ ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

Rajkot Video : નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાએ જ નિયમો નેવે મુક્યા, મનપાની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *