Share Market Opening Bell : શેરબજારની નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં 0.3%નો ઉછાળો

Share Market Opening Bell : શેરબજારની નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં 0.3%નો ઉછાળો

Share Market Opening Bell : શેરબજારની નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં 0.3%નો ઉછાળો

Share Market Opening Bell : મંગલવારની તેજીને આગળ વધારતા ભારતીય શેરબજારે આજે બુધવારે 19 જૂનના રોજ નવા વિક્રમી સ્તરે કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સ 77,543.22 પર ખુલ્યો જયારે નિફટીએ 23,629.85 પર ટ્રેડિંગની શરૂઆત કરી છે. 

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી 50 અને સેન્સેક્સે મંગળવારે સતત ત્રીજા દિવસે રેકોર્ડ પ્રદર્શન કર્યું હતું. BSE ના 30 શેરો વાળા મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 308 પોઈન્ટ અથવા 0.40% વધીને 77,301 ના સ્તર પર બંધ થયા છે. વ્યાપક NSE નિફ્ટી 92 પોઈન્ટ અથવા 0.39% વધીને 23,558 પર બંધ થયો હતો.BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 2.42 લાખ કરોડ વધીને રૂપિયા 437.3 લાખ કરોડ થયું હતું.

Stock Market Opening (19 June 2024)

  • SENSEX  : 77,543.22 +242.08 
  • NIFTY      : 23,629.85 +71.95 

 

વૈશ્વિક બજારોમાંથી સંકેતો

ફરી એકવાર યુએસ માર્કેટ ટેક શેરોના જોરે રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. S&P 500 ઈન્ડેક્સ ગઈકાલે રેકોર્ડ સ્તરે બંધ જોવા મળ્યો હતો. સિટી ગ્રૂપનું કહેવું છે કે આ ઇન્ડેક્સ 5,600થી આગળ વધી શકે છે. ગઈ કાલે આ ઈન્ડેક્સ એક ચોથા ટકાના વધારા સાથે બંધ થયો હતો. નાસ્ડેકમાં પણ ગઈ કાલે વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ લગભગ 0.15%ના વધારા સાથે બંધ થયા છે. Nvidia હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે કંપનીએ માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધું છે.

એશિયાના બજારોની વાત કરીએ તો અહીં પણ તેજીનું વલણ છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 0.61%ના વધારા સાથે કામ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં 1%નો વધારો જોવા મળ્યો છે. તાઈવાનના બજારોમાં તેજી જોવા મળી રહી છે. હેંગસેંગ ફ્યુચર્સમાં પણ વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે.

ક્રૂડ ઓઈલમાં તેજી  : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત બીજા સપ્તાહે વધી રહ્યા છે. એક દિવસમાં કાચા તેલની કિંમતમાં લગભગ 1.50%નો વધારો જોવા મળ્યો છે. આ પછી હવે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 85 ડોલરને પાર કરી ગઈ છે. ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ પણ પ્રતિ બેરલ 81 ડોલરથી ઉપર છે. હવે જૂનમાં બ્રેન્ટની કિંમતમાં 5%નો વધારો જોવા મળ્યો છે. માંગમાં વધારો થવાની ધારણાને કારણે ભાવમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

FIIs-DII ના આંકડા

ગઈકાલના સેશનમાં સંસ્થાકીય રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે કેશ માર્કેટમાં ₹2569 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ₹1556 કરોડના શેર વેચ્યા હતા.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *