T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

T20 વિશ્વકપ 2024 ના સુપર 8 ના તબક્કાનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તમામ આઠ ટીમો હવે લીગ મેચોમાં અંતિમ તબક્કામાં સામે આવી ચુકી છે. આમ હવે આઠેય ટીમો કોની સામે ટકરાશે એ પણ નક્કી થઈ જવા પામ્યું છે. આમ હવે આગામી તબક્કો જબરદસ્ત રહેશે. નેપાળ સામે બાંગ્લાદેશની ટીમે જીત મેળવવા સાથે જ સુપર-8 માં એન્ટ્રી કરી લીધી છે.

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-8માં પહોંચી ચુકી છે. આ આઠેય ટીમો વચ્ચે હવે સેમીફાઈનલમાં પહોંચવા માટેનું ધમાસાણ હવે આગામી તબક્કામાં જોવા મળશે.

નેપાળને હરાવી બાંગ્લાદેશની એન્ટ્રી

બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે રમાયેલી મેચમાં નેપાળના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશને નેપાળના બોલર્સે માત્ર 106 રનના સ્કોર પર જ અંતિમ ઓવરમાં રોકી લીધું હતું. જોકે બાંગ્લાદેશની ટીમના બોલર્સે ઓછા સ્કોરને બચાવતા નેપાળની ટીમને 85 રનમાં જ સમેટી લીધી હતી. આમ બાંગ્લાદેશની ટીમનો 21 રનથી વિજય થયો હતો.

ટી20 વિશ્વકપમાં આ સૌથી નીચો સ્કોર છે, કે જેને કોઈ ટીમે બચાવવામાં સફળતા મેળવી હોય. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 114 રનનું લક્ષ્ય બચાવ્યું હતું. આમ વધુ એક વાર ઓછા સ્કોરને ટૂર્નામેન્ટમાં બચાવવામાં કોઈ ટીમ સફળ રહી છે.

સુપર-8માં કોણ કોની સામે ટકરાશે?

આગામી બુધવાર એટલે કે 19 જુનથી સુપર-8 તબક્કો શરુ થનાર છે. જેમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 20 જુને મેદાને ઉતરીને પોતાની સફર શરુ કરશે. ત્યાર બાદ બીજી મેચ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 22 જુને રમશે અને તબક્કામાં પોતાની અંતિમ મેચ 24 જુને ઓસ્ટ્રેલિયા સામે રમશે. 26 જુને પ્રથમ સેમીફાઈનલ અને 27 જુને બીજી સેમીફાઈનલ રમાશે જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 29 જુને રમાશે.

19, જુન 2024

  • USA vs દક્ષિણ આફ્રિકા
  • ઇંગ્લેન્ડ vs વેસ્ટ ઇન્ડિઝ

20, જુન 2024

  • ભારત vs અફઘાનિસ્તાન
  • ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ

21, જુન 2024

  • ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા
  • USA vs વેસ્ટ ઈન્ડિઝ

22, જુન 2024

  • ભારત vs બાંગ્લાદેશ
  • અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા

23, જુન 2024

  • USA vs ઇંગ્લેન્ડ
  • વેસ્ટ ઈન્ડિઝ vs દક્ષિણ આફ્રિકા

24, જુન 2024

  • ભારત vs ઓસ્ટ્રેલિયા
  • અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ

 

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *